Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ત્રણ વર્ષની બાળકીને બચાવવા દાદીમાએ દીપડા પાછળ દોટ મૂકી :દીપડો નાશી છૂટ્યો

કોડીનારના હરમાડીયાની સીમમાં બાળકી પર દીપડાનો હુમલો

 

કોડીનાર નજીકનાં હરમડીયા ગામની વાડી વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. બાળકી પર દીપડાએ હુમલો કરતા દાદીએ દીપડા પાછળ દોટ મૂકી હતી. જેથી દીપડો બાળકીને મૂકી નાસી ગયો હતો.

  ઘાંટવાડ વન વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં કોડીનારની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે.

(11:46 pm IST)