Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પીપાવાવથી બોટાદ જતી ગુડ્ઝ ટ્રેનનો ડબો છૂટો પડી ગયો :વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ

સાવરકુંડલાના ખડકાળા નજીક 52 નંબરની ફાટક પાસે ચાલુ ટ્રેને ગંભીર ઘટના

અમરેલી : સૌરાષ્ટ્રમાં રેલવેની તંત્રની ઘોર બેદરકારીની ઘટના બની છે  પીપાવાવથી બોટાદ જતી ગુડ્ઝ ટ્રેનનો ડબો છૂટો પડી ગયો હતો. સાવરકુંડલાના ખડકાળા નજીક 52 નંબરની ફાટક પાસે આ ગંભીરની ઘટના બની હતી.

 આ અંગે મળતી વિગત મુજબ પીપાવાવ સુરેન્દ્રનગર રેલ ટ્રેક પર સાંજના સમયે માલવાહક ટ્રેન બોટાદ જઈ રહી હતી.ત્યારે ચાલુ ટ્રેનનો ડબો છૂટો પડી જતા ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ચાલુ ટ્રેને કન્ટેનર છુટા પડી જવાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

(11:58 pm IST)