Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાવનગરમાં રહેણાંક મકાનમાં એસીના ચેકીંગ સમયે અચાનક કમ્‍પ્રેસરમાં બ્લાસ્ટ થતા કારીગરનું મોતઃ એક કારીગર ગંભીરઃ મોટો ધડાકો થતા લતાવાસીઓમાં ગભરાટ

ભાવનગરઃ ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં છેલ્લા એક-બે દિવસથી એસી કોઈ કારણસર બગડ્યું હતું, જેને રિપેર કરાવવા માટે મકાન માલિકે કારીગર બોલાવ્યા હતા. કારીગર દ્વારા એસીનું ચેકિંગ કરતા સમયે અચાનક કોમ્પરેશરમાં બ્લાસલ્ટ થતાં એક કારીગરનું તો ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું, જ્યારે અન્ય બીજો કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં, તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

એસી રિપેરિંગ સમયે અચાનક કોમ્પરેસરમાં બ્લાસ્ટ થતાં, મકાન માલિક સહિત આજુ બાજુમાં રહેતા પાડોસીઓ પણ ગભરાઈ ગયા હતા, ધડાકો એટલો જબરદસ્ત હતો કે પુરી સોસાયટીમાં તેનો અવાજ સંભળાયો હતો, લોકો કઈ સમજે તે પહેલા જ એક કારીગરે તો સ્થળ પર જ દમ તોડી દીધો, જ્યારે અન્ય કારીગર ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ ઘાયલ યુવાન પાસે નીવેદન લેવા માટે પહોંચી હતી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે મુદ્દે માહિતી લઈ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

(6:12 pm IST)