Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરેન્દ્રનગરમાં ગટર-પાણી પ્રશ્ને પ્રમુખની હાજરીમાં મહિલા સદસ્યાના પતિએ ફિનાઇલ પીધી

વઢવાણ, તા. પ : સુરેન્દ્રનગર વોર્ડ નં.૧માં ગટર પાણી અને સાફ સફાઇના મામલામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પણ લોકોના વિકાસના કામોને પા્રધાન્યતા ન અપાતા વાઝ આવેલા મહિલા સદસ્યાના પતિ  મહેલુભાઇ ગોવિંદીયાએ પ્રમુખની હાજરીમાં જ ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

જયારે ૧પ૧ કલમ મુજબ સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી અને ફરીયાદ નોંધી ફિનાઇલ પી લેનારા મહેલુભાઇને સારવાર બાદ ધરપકડ પણ કરવામાં આવેલ છે.

(1:05 pm IST)