Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મોરબીઃ ઘડિયાળ ઉત્પાદન કરતા નાના એકમોની વ્હારે અજંતા-ઓરેવા કંપની

મોરબી, તા.૫: મોરબીમાં સ્થિત અજંતા ઓરેવા કંપની વિશ્વ કક્ષાએ વિખ્યાત છે અને દ્યડિયાળ નગરી મોરબીની આ ઘડિયાળ ઉત્પાદક કંપની આજે દુનિયાના અનેક દેશોમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે ત્યારે હાલ મંદીનો માર સહન કરી રહેલા દ્યડિયાળ ઉદ્યોગને બેઠો કરવા માટે ઓરેવા કંપની નાના ઉત્પાદકો પાસે જોબવર્ક કરાવશે.

મોરબી કલોક એસોની વાર્ષિક મીટીંગ ગઈકાલે હરભોલે હોલ ખાતે મળી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અજંતા કંપનીના એમડી જયસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં કલોક એસોના પ્રમુખ શશાંકભાઈ દંગી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ આખામાં દ્યડિયાળ ક્ષેત્રે નામાંકિત એવી અજંતા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કલોક એસોની બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એસોના સભ્ય બનવાની જાહેરાત કરી હતી.

હાલ ઘડિયાળ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે અને નાના એકમોને અનેક મુશ્કેલીઓનો સામનો કરી બજારમાં ટકી રહેવા માટે ઝઝૂમવું પડે છે ત્યારે અજંતા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે આ બેઠકમાં આવકારદાયક ઓફર દ્યડિયાળ ઉત્પાદકોને કરી હતી જેમાં લાતીપ્લોટમાં નાના એકમો ધરાવતા ઉત્પાદકો નવા વિચારો અને નવી ડીઝાઇન બનાવતા ઉત્પાદકોને પોતાનો તૈયાર માલ વેચવા બજાર શોધવા ના જવું પડે અને માર્કેટિંગની ઝંઝટમાંથી મુકિત મળે તે માટે અજંતા ઓરેવા કંપની જોબવર્ક કરાવશે. ઓરેવા કંપની જેનું બજાર દેશ દુનિયામાં ફેલાયેલું છે તે માલનું વેચાણ કરવાની જવાબદારી સંભાળશે જેથી નાના ઉત્પાદકોને માર્કેટિંગ અને બજાર શોધવાની પળોજણમાંથી મુકિત મળશે તો વિશાળ માર્કેટ ધરાવતી ઓરેવા કંપની દરરોજ ૧૫૦૦૦ બોકસનું જોબવર્ક આપશે જેથી મંદીનો માર સહન કરી રહેલા દ્યડિયાળ ઉધોગને બૂસ્ટર મળશે અને ફરીથી ઉદ્યોગ વેગ પકડશે.

(1:05 pm IST)