Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બગડુમાં નકલી દૂધ બનાવતી ડેરીના સંચાલક જયેશ જાદવની શોધખોળ

પકડાયેલ શખ્સને કોર્ટ હવાલે કરાયો

જુનાગઢ તા.૫: જુનાગઢના બગડુમાં નકલી દૂધ બનાવતી ડેરીના સંચાલક જયેશ જાદવની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ. વાળાને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એ.પી. ડોડીયાએ સ્ટાફ સાથે દરોડો પાડીને ગઇકાલે જુનાગઢના બગડુ ગામેથી નકલી દૂધ બનાવતી ડેરી પકડી પાડી હતી.

પોલીસે  બાલાજી ડેરીમાંથી દુધમાં ભેળવવા માટેનો મિલ્ક પાવડર, તેલ વગેરે કબ્જે કરેલ. અને રાજુ પરબત બંધીયાની અટકાયત કરી  તાલુકા પોલીસમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અટકાયત થયેલા રાજુ પરબતને ગઇકાલે પોલીસે કોર્ટ હવાલે કરી દીધો હતો. એએસઆઇ એસ.એસ. આ મામલે ડેરીના સંચાલક જયેશ કેશુ જાદવની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:01 pm IST)