Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઇસરા ગામે ભાદર નદીમાંથી ૯૮ લાખની રેતીની ચોરી

ધોરાજી, તા.૫: નાયબ કલેકટર,જીલ્લા ખાણ ખનીજ વિભાગ ની ટીમે ઈસરા ગામે ભાદર નદી માં તપાસ હાથ ધરતાં રેતી ખનીજ નૂ ગેરકાયદેસર રેતી ખનન ખૂલતાં ૭૮ લાખ ૩૦ હજાર રેતી ખનીજ ચોરી અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાં હોવા ની પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે રાજકોટ ખાણ ખનીજવિભાગ ના માઈન્સ સુપરવાઈઝરે ફરીયાદ કરી છે

રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા એ રેતી ખનીજ ચોરી ડામવા માટે ની કાયવાહી હાથ ધરાતા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી આકોલકર સહિતના ખાણ ખનીજ વિભાગ ની ટીમ,નાયબ કલેકટર તુષાર જોષી ઉપલેટા મામલતદાર દ્વારા સંયુકત રીતે ઈસરા ગામે ભાદર નદી માં તપાસ હાથ ધરતાં હતાં ત્યારે આ વિસ્તાર માં ગેરકાયદે સર રેતી ખનન થયૂ હોવાં નૂ બહાર આવતાં તપાસ ટીમે ખાણ ખનીજ વિભાગ ના સવેયર ટીમે માપણી કરાતાં સાદીરેતી ખનીજ ૩૨૬૨૭ ટન રેતી ખનન ગેરકાયદે સર થયું હોવાં નૂ  બહાર આવતાં આ અગે  કડક કાયવાહી ની તાકીદ કરાતા  ઉપલેટા પોલીસ મથકે ઈસરા ગામે ભાદર નદી માં અજાણયા શખ્સો રેતી ખનીજ મેટ ૩૨૬૨૭ જેની કિંમત રૂ ૭૮ લાખ ૩૦ હજાર ની ગેરકાયદે સર રેતી ખનન કરી ગયાં હોવા ની પોલીસ ફરિયાદ કરી છે જે અગે પોલીસે અજાણ્યાશખ્સો વિરૂધ્ધ ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે ધોરાજી ઉપલેટા પંથક માં ખનીજ ચોરી ડામવા માટે તંત્ર વાહકો દ્વારા કડક કાયવાહી હાથ ધરાતા રેત માફિયાઓ માં ફફડાટ યાપી ગયો છે.

(12:58 pm IST)