Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ધોરાજીમાં અપહરણ-હત્યામાં અજાણ્યા શખ્સોની શોધખોળઃ મૃતદેહને પોસ્મોર્ટમ માટે જામનગર ખસેડાયો

ધોરાજી, તા.૫: ધોરાજીના ભાડેર ગામે જમીન વિવાદ મામલે અજાણ્યા શખ્સો એ સ્કોપીયો કાર માં ખેડૂત યૂવક નૂ અપહરણ કરી ફાયરીંગ કરી હત્યા નીપજાવી ને લાશ ને જૂનાગઢ જીલ્લા ના રવની ધધૂસર રોડ પર નાખી દેવાઇ છે આ બનાવ ની જાણ થતાં જીલ્લા પોલીસ વડા અતરીપ સૂદ સહિતના ઉચ્ચ અધીકારી ઓ દોડી જઈને તપાસ ના ચકકોગતીમાન તેજ કરાયાં છે

આ અગે જાણવાં મળેલ હકિકત મુજબ ધોરાજીના ભાડેર ગામે જમીન વિવાદ મામલે થોડા સમય પહેલા રવની ના મૂસા નામનાં શખ્સ ની સાંગાણી પરીવાર દ્રારા હત્યા કરાઈ હતી જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેનાં આરોપી જેન્તી ભાઈ સાંગાણી ના ભાઈ જીવણભાઈ છગનભાઈ સાંગાણી પોતાની વાડી એ થી ભાડેર ગામે ધરે આવતાં હતા ત્યારે અજાણયા શખ્સો સ્કોપીયો ગાડી લઈને જીવણભાઈ છગનભાઈ સાંગાણી ને માથા ના ભાગે ગોળી મારી ને અપહરણ કરીને ફાયરિંગ કરી ને હત્યા નિપજાવી ને લાશ ને જૂનાગઢ જીલ્લા ના રવની ધધૂસર રોડ પર નાખી આરોપી શખ્સો નાશી જતાં મૂતક જીવણ ભાઈ છગનભાઈ સાંગાણી નો મૂતદેહ મળી આવતા સરકારી હોસ્પિટલ જૂનાગઢ ખસેડાયેલ છે આ અપહરણ ફાયરીંગ હત્યા ના બનાવ અંગે રાજકોટ જીલ્લા પોલીસ વડા અતરીપ સૂદ જેતપુર ડીવાયએસપી દેસાઈ પાટણવાવ પોલીસ મથક ના પીએસઆઇ કે કે ગોહીલ સહિત નો પોલીસ સ્ટાફ જૂનાગઢ દોડીજઈને તપાસ હાથ ધરી છે

આ બનાવ અગે પોલીસ સૂત્રો એ જણાવયૂ છે હતૂ કે ધોરાજી ના ભાડેર ગામે જમીન વિવાદ મામલે જૂનાંગઢ પથક ના મૂસા નામનાં શખ્સ નીહત્યા ભાડેર ગામ ના જેન્તી ભાઈ સાંગાણી સહિતના આરોપી ઓ એ કરી હતીં જે વિવાદ મામલે બૂધવારે સાજે પાંચ વાગ્યા ના સમયે ભાડેર ના જીવણ ભાઈ છગનભાઈ સાંગાણી પોતાની વાડી થી ભાગ્યા સાથે ધરે આવતા હતાં ત્યારે સ્કોપીયો કાર માં આવેલા શખ્સો એ જીવણભાઈ છગનભાઈ સાંગાણી ઉવ ૫૦ ના માથા ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરી ને જીવણભાઈ ને સ્કોપીયો કાર નાખી ને હત્યા નિપજાવી ને લાશ ને જૂનાગઢ જીલ્લા ના રવની ધધૂસર રોડ પર નાખી આરોપી શખ્સો નાશી જતાં મૂતક જીવણ ભાઈ નો મૂતદેહ મળી આવતા જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયેલ છે પોલીસે આ બનાવ માં સંડોવાયેલા શખ્સો ને ઝડપી પાડવામાટે તપાસ હાથ ધરાઈ છે

દરમિયાન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડેલ છે.

(12:58 pm IST)