Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અલંગ પોલીસે રાજકોટના બે યુવાનોને નશાની હાલતમાં ઝબ્બે : કાર લીધી કબ્જે

ભાવનગર તા.૫ : અલંગ પોલીસેના જણાવ્યા પ્રમાણે સ્ટાફના વિ.જે.ચૌહાણએ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા, (રેખાખરાબેલા,જી.રાજકોટ) , કિશન જયેશભાઇ ટાંક (રે. લીમડા તા. ગોંડલ), વાળાને બપાડાના પાટીયા પાસેથી પ્રો.હી. કલમ મુજબ નશાની હાલતમાં અટકાયત કરી હતી. સાથે ઈકો સ્પોર્ટ કાર જી.જે.૦૩ એફ.કે. ૨૫૯૧ની કલમ ૨૦૭ મુજબ કબ્જે કરી લીધી હતી.

પોલીસે જણાવ્યુ હતુ કે ગતરાત્રી દરમ્યાન વિભાગીય પોલીસવડા રસ્તાપરથી નિકળતા હોઇ તેઓનું ધ્યાન જતા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહીના આદેશ આપેલ હતા.

(11:45 am IST)