Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વલ્લભીપુર-મહુવામાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા

ધુપ-છાંવ સાથે સર્વત્ર મિશ્ર વાતાવરણનો અહેસાસ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો મહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લાના વલ્લભીપુર અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડયો છે જયારે અન્યત્ર હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

ઉના

ઉના :.. શહેરમાં મંગળવારે આખો દિવસ ધોધમાર  વરસાદ વરસી જતા સવા ચાર ઇંચ વરસાદ ૧૧૦ મી. મી. થયો હતો.  અને ત્યારબાદ કાલે સવારથી સાંજ સુધી ૩ થી૪ ઝાપટા વરસી જતાં વધુ ૧૮ મી. મી. (પોણો ઇંચ) વરસી જતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧ર૮ મી. મી. એટલે મોસમનો પાંચ  ઇંચ વરસી જતાં ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધુ છે.

ભાવનગર

ઇશ્વરીયા : ભર ચોમાસાના દિવસોમાં વરસાદ ખેંચાતા કારમી પરિસ્થિતિ ઉભી થઇ છે. સણોસરા - સોનગઢ પંથકના ખેડૂતો માલધારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

આ ચોમાસામાં કેટલાંક વિસ્તારમાં શરૂઆત દરમિયાન જ ભારે વરસાદ થવા પામ્યો છે. પણ કેટલાંક વિસ્તારમાં માત્ર ઘટાટોપ વાદળા સાથે તડકો જ રહ્યો છે. ભરચોમાસાના આ દિવસોમાં વરસાદનાં નક્ષત્રોમાં જ વરસાદ ખેંચાતા કારમી પરિસ્થિતિ ઉભી થઇ છે.

સણોસરા-સોનગઢ પંથકના ઇશ્વરીયા, રામધરી, આંબલા, અમરગઢ, કૃષ્ણપરા, વાવડી, ચોરવડલા, ઢાંકણકુંડા, ગઢ્ઢલા, સાંવિકા વગેરે ગામોમાં ખેડૂતોએ ગયા પખવાડીયે સામાન્ય વરસાદથી કપાસ વગેરે વાવેતર કરી દીધા બાદ હવે બિયારણ નિષ્ફળ થઇ રહયુ છે. ડુંગર વિસ્તારમાં ઘાસ ઉગ્યુ નથી. આમ ખેડૂતો અને માલધારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩પ.પ મહત્તમ, ર૭ લઘુતમ, ૮૭ ટકા, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૯.૧ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

આજે સવારના ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

ભાવનગર

ર મી.મી.

શિહોર

ર મી.મી.

ઘોઘા

૪ મી.મી.

વલ્લભીપુર

૧૧ મી.મી.

મહુવા

૧૦ મી.મી.

તળાજા

ર મી.મી.

ગારીયાધાર

૩ મી.મી.

જેશર

૩ મી.મી.

ઉમરાળા

૩ મી.મી.

જુનાગઢ

ભેંસાણ

૬ મી.મી.

કેશોદ

પ મી.મી.

માળીયા હાટીના

૬ મી.મી.

મેંદરડા

૧૬ મી.મી.

અમરેલી

અમરેલી

ર મી.મી.

બગસરા

ર મી.મી.

બાબરા

ર મી.મી.

ખાંભા

૪ મી.મી.

લાઠી

૪ મી.મી.

રાજકોટ

ગોંડલ

ર મી.મી.

જામકંડોરણા

૪ મી.મી.

રાજકોટ

૧ મી.મી.

વિંછીયા

૪ મી.મી.

(11:45 am IST)