Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પ્રભાસપાટણઃ ઓરી-રૂબેલા રોગ સામે રક્ષણ માટે ડોકટરોએ આપ્યુ માર્ગદર્શન

પ્રભાસપાટણની વાડી વિસ્તારની દિવ્યા પ્રાથીમક શાળામા બાળકોને તથા ગ્રામજનોને ઓરી રૂબેલા રોગ સામે રક્ષણ મેળવવા ડોકટરોએ માર્ગશર્દન આપેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસપાટણ તા.૫:  પ્રભાસ પાટણના વાડી વિસ્તારમાં આવેલ દિવ્યા પ્રા.શાળામાં ઓરી અને રૂબેલા વિશે વિદ્યાર્થી, વિદ્યાર્થીનીના વાલીઓ અને અન્ય લોકોને આ રોગ ન થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ બાબતે આવેલ ડોકટરોએ જણાવેલ કે ઓરી રોગની નાબુદી અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે ૭ મહિનાની ૧૫ વર્ષ સુધીના બાળકોને આ રસી આપવી અંત્યત આવશ્યક છે. ઓરી એક જીવલેણ રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે.

બાળકોમા ઓરીના લીધે વિકલાંગના અને અકાળે મૃત્યુ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે જવે વાઇરસ દ્વારા ફેલાય છે તેના લક્ષણો ઓરી રોગ જેવા જ હોય શકે છે તે છોકરો અને છોકરી બંનેને ચેણગ્રસ્ત બનાવી શકે છે તો આ રોગને અટકાવવા રસી ખૂબજ જરૂર છે.

આ તકે ડો.ચેતન ગૌસ્વામી, ડો.ભાવસિંહ ડોડીયા, પ્રકાશભાઇ યાદવ, દિવ્યા પ્રા.શાળાના સંચાલક અશોકભાઇ, નગરપાીલકાના સભ્ય નિલેષવાળા જેન્તીભાઇ, ઝાલાભાઇ સ્કૂલના આચાર્ય હર્ષાબેન અને બાળકો તેના વાલીઓ અને આજુ-બાજુના લોકોએ હાજરી આપી અને આ માર્ગદર્શન મેળવેલ આ કાર્યક્રમમાં ૧૨૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

(11:45 am IST)