Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાવનગરઃ ગારિયાધારના ફર્નીચરના વેપારી સાથે પટેલ મહિલા સહિત પાંચ શખ્સોએ કરી રૂ.૪૦ લાખની ઠગાઇ

રૂા ૫૦ લાખની રદ થયેલ નોટો બદલાવવાનું ભારે પડયું: પોલીસ ફરીયાદ

ભાવનગર તા ૫ : ભાવનગર જીલ્લાના ગારીયાધરમાં ફર્નિચર ના વેપારી સાથે મહિલા સહિત પાંચ શખ્સો એ રૂ.૪૦ લાખની ઠગાઇ કર્યાની  પોલીસ ફરીયાદનોંધાવાતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની મળતી વિગતો મુજબ ગારીયાધારમાં સુભાષરોડ, ઢાળબજારમાં દેવેન્દ્ર ફર્નિચર નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઇ વાડીલાલ શાહ એ  ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠા પટેલ નામની મહિલા સહિત ૪-પ અજાણ્યા શખ્સો સામે એવી ફરીયાદ નોંધાવી છે કે ધર્મિષ્ઠા એ પોતાની દુકાને આવી આશારામ આશ્રમ પાસે રદ થયેલ રૂા ૧૦૦ અને ૫૦૦ ના દરની ૨૦૦ કરોડની નોટો છે જેની સામે નવી નોટો જોઇએ છે.

બાદમાં ધર્મિષ્ઠા પટેલ અને દેવેન્દ્રભાઇ વચ્ચે રૂા ૫૦ લાખની રદ થયેલી નોટો બદલાવવાનું નક્કી થતા દેવેન્દ્રભાઇને નાની વાવડી ગામે બોલાવ્યા હતા જયાં આગળ ધમિષ્ઠા પટેલ અને પ અજાણ્યા શખ્સો મારૂતી સ્વીફટ કાર લઇને આવ્યા હતા અને દેવેન્દ્રભાઇ પાસેથી રૂા ૪૦ લાખ ની નોટો લઇ રદ થયેલ રૂપિયા ૫૦ લાખની નોટો અન્ય કારમાં છે તેમ કહી ધર્મિષ્ઠા પટેલ સહિતના શખ્સો કાર લઇ નાસી છુટયા  હતા. બાદમાં દેવેન્દ્રભાઇને પોતે છેતરાયા હોવાનું જણાંતા ગારીયાધાર પોલીસનેે જાણ કરી હતી. પોલીસેે ધર્મિષ્ઠા પટેલ સહિત પ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ. ગારીયાધારમાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે વેપારી દેવેન્દ્રભાઇ ધર્મિષ્ઠા પટેલ સાથે નોટ બદલાવવા કેમ તૈયાર થયા ? તે તેને જાણે છે ? વિગેરે અંગે ભારે ચર્ચા જાગી છે આ  બનાવ અંગે ગારીયાધાર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:43 am IST)