Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાપરના અમરાપર ગામે પ્રેમી પંખીડા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર

ભુજ તા. ૫ : રાપરના અમરાપર ગામે સીમમાં પીલું ના ઝાડ પર યુવાન અને યુવતીની લાશ લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ છે. દરમ્યાન આ ઘટનાને પગલે પોલીસે આ બન્ને મૃતકોની ઓળખ માટે તજવીજ હાથ ધરી મૃત્યુ નું કારણ જાણવા લાશને પીએમ માટે રાપર સીએચસી માં મોકલી છે.

પ્રાથમિક માહિતી અનુસાર બન્ને મૃતકો રાપરના ગેડી ગામના અને પારકરા કોળી સમાજના હોવાનું જાણવા મળે છે. બન્ને યુવાન પ્રેમીઓ ઘેર થી બે ત્રણ દિવસ પહેલા નાસી છૂટ્યા હોવાનું ચર્ચાય છે. જોકે, પીલુંનું ઝાડ નીચું હોઈ તેમાં ગળે ફાંસો ખાઈને એક સાથે બબ્બે યુવાઓના આપઘાત ને શંકા ની દ્રષ્ટિએ પણ જોવાઇ રહ્યું છે. કદાચ આ હત્યા હોઈ શકે તેવી પણ એક શકયતા વ્યકત થઈ રહી છે. અત્યારે રાપર પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)