Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જોડીયાના કોયલીના નારણભાઇ ડડેચાનું બાઇક અકસ્માતમાં મોત

દલિત યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: જોડીયાના કોયલી ગામના દલિત યુવાનનું બાઇક અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છ.ે

કોયલી રહેતાં નારણભાઇ ભુરાભાઇ ડડેચા (ઉ.૪૦) નામના યુવાન તા. ૩ના સાંજે સાડા છએક વાગ્યે કામેથી ઘર તરફ પોતાનું બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ધુનડા-ખાનપર વચ્ચે સામેથી બીજુ બાઇક અથડાતાં ગંભીર ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેણે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

મૃત્યુ પામનાર નારણભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે કડીયા કામની મજૂરી કરતાં હતાં. બનાવને દિવસે કામેથી ઘરે આવતાં હતાં અને અકસ્માત નડ્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કાગળો કરી ટંકારા પોલીસને મોકલ્યા હતાં.

(11:42 am IST)