Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગારીયાધારના વણિક વેપારી સામે દામનગરની મહિલા સાહિત પાંચ શખ્સો દ્વારા ૪૦ લાખની ઠગાઇ

ગારીયાધાર તા. ૬ : ગારીયાધારમાં ગઇકાલે વણીક વેપારી પાસેથી મહિલાએ ૪૦ લાખનો ચુનો ચોપડ્યાની ઘટનાની ફરીયાદને લઇને વેપારીએ પોતાના ચોખ્ખા (વ્હાઇટ નાણુ) નાણા દેખાડવામાં આવતા મધ્યરાત્રીના ગારીયાધાર પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

ગારીયાધાર મોટી શેરીમાં રહેતા અને સુભાષ રોડ પર દેવેન્દ્ર ફર્નિચર નામની દુકાન ચલાવતા દેવેન્દ્રભાઇ વાડીલાલભાઇ શાહ (ઉ.વ.૪૮) જેને ફરિયાદ નોંધાવી હતી કે દામનગર ના ધર્મિષ્ઠાબેન દ્વારા પોતાની દુકાને ફર્નીચરની ખરીદી કરી હોય  તેઓ આશારામ બાપુના આશ્રમમાં પડેલી ૨૦૦ કરોડની ૧૦,૨૦,૫૦ ની ચલણી નોટો સામે ૫૦૦ અને ૨૦૦૦ની મોટી ચલણી નોટોના વહિવટ કરે છે. જેમા ૧૦ % કમીશન મળે છે. જેની સાથે વેપારી દ્વારા ૧૦,૦૦/-ની રકમનો  એકવાર વ્યવહાર પણ કરવામાં આવેલ જેનો લાભ ઉઠાવી એકવાર વ્યવહાર પણ કરવામાં આવેલ જેનો લાભ ઉઠાવી બીજીવાર ૫૦,૦૦,૦૦૦/- વહીવટમા લઇ વેપારી પાસેથી ૪૦ લાખ રોકડા લઇ સ્વીફટ અને સ્કોર્પીયો ગાડીમા  આવેલ અજાણ્યા ઈસમો અને ધમિષ્ઠાબેન દ્વારા ૪૦ લાખનુ ચિટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ દ્વારા ધર્મિષ્ઠાબેન અને પાંચ અજાણ્યા ઈસમો સામે આઇપીસી કલમ ૪૨૦,૪૦૬, ૧૨૦(બી),૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઇ એસ.બી.અગ્રાવત  ચલાવવામાં આવી હતી.

સીસીટીવી ફુટેજના આધારે મહિલા આરોપીનો ફોટો જાહેર કરાયો છે.

(11:38 am IST)