Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દ્વારકા પંથકની ઘડી ડીટર્જન્ટ કંપનીમાં આગ લાગીઃ ત્રણ કલાકે કાબુમાં આવી

દ્વારકા તા. પ : દ્વારકાથી ૩પ કી.મી. દુર કુંરગા પાસે આવેલ આરએસપીએલ (ઘડી ડીર્ટજન્ટ) કંપની ફેકટરીમાં સાંજના વેલ્ડીંગ કામ ચાલુ હતું ત્યારે અચાનક આગ લાગતા જોતજોતમાં કાળા ડીમાંગ ધુમાડાઓ ફેલાઇ ગયા હતા. અને મોટી આગ લાગી ગઇ હતી.

આ અંદાજીત બે થી ત્રણ કલાક સુધી ચાલુ રહી હતી. કંપનીની અંદર મેઇન ડ્રેસરમાં આગ લાગ હતી. આગ લાગતા જ કંપનીની ફાયર શાખાએ પાણીનો મારો ચાલુ કરી દીધો હતો તેમજ દ્વારકા ફાયર શાખાને જાણ કરતા દ્વારકાની પણ ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી મોટી જહેમત બાદ ર-૩ કલાકે આગ કાબુમાં આવેલ સદનસીબે જાનહાની ટળી હતી.

(11:32 am IST)