Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બોટાદ તાલુકાના મોટીકુંડળી ગામમાં કોન્ટ્રાક્ટર હરદેવસિંહ ઉપર ફાયરીંગઃ પગમાં ગોળી વાગતા ભાવનગર સારવારમાં

ભાવનગરઃ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના મોટીકુંડળી ગામ પાસે આજે નાળાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર હરદેવસિંહ સાથે ચાર-પાંચ અજાણ્યા શખ્સોએ માથાકૂટ કરી હતી. આ દરમિયાન આ શખ્સોએ કોન્ટ્રાક્ટર હરદેવસિંહ ઉપર ફાયરીંગ કરતાં તેમને પગમાં ગોળી વાગી હતી. જેને પ્રથમ બોટાદ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)