Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોરાજીમાં 18 + વય જૂથનાને કોરોના વેકસીન આપવાના બીજા દિવસે યુવાનોમાં વેક્સિન લેવા ઉત્સાહ.. પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ.

ધોરાજી : ધોરાજીમાં અઢાર વર્ષ થી ઉપરની વય જૂથનાનુ વેક્સિન શરુ થતા ધોરાજીના હીરપરા વાડી કોમ્યુનિટી હોલ અને કોલેજ ખાતે વેકસીનેશન સેંટર શરુ કરવામા આવ્યાં છે. જ્યાં
18 + ના ઓએ ધોરાજીમાં  વેક્સિન કેન્દ્ર બહાર સવારથી વેક્સીન લેવા માટે લાઈન લગાવી હતી.

વેક્સિન લેવા ધોરાજીના નગરજનો એ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. જોકે સોશિયલ ડિસ્ટન્સ નાં ધજાગરા ઉડ્યા હતાં.

 સરકારી તંત્ર અને   આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોમાં સોશ્યલ ડિસ્ટનસ જળવાયુ ન હતુ. તંત્ર દ્વારા વેક્સિન સેન્ટર પર પોલિસ અથવા સુરક્ષા વિભાગ દ્વારા કોવીડ ગાઈડ લાઈનનુ પાલન કરવું આવશ્યક છે. અન્યથા વેક્સિન સેન્ટર કોરોના સેન્ટર મા તબદીલ થવાની શક્યતા નકારી શકાય નહીં.

(6:22 pm IST)