Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

જલારામબાપાની પવિત્ર ભૂમિ વિરપુરમાં નવુ બસ સ્ટેશન યાત્રીકો માટે સુખાકારી સમાન : જયેશ રાદડીયા

  વિરપુર-નવાગઢ,તા.૫ :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિવિધ નવ સ્થળોએ બસ વર્કશોપ ,બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ અને પાંચ સ્થળોએ નવીન સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના  વીરપુરના રૂ. ૨.૯૬ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બસ સ્ટેશનનું પણ  ઇ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્યમાં એસ.ટી. નિગમ દ્વારા વધારવામાં આવેલી સેવાઓ અને એસ.ટી.  નફાનુ સાધન નહીં પરંતુ જનતાની સેવા નું માધ્યમ છે તેમ જણાવી કોરોના ના કપરા કાળમાં એસ.ટી. ની સેવાને બિરદાવી હતી.

આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

     વિરપુર બસ સ્ટેશનના ઈ ખાતમુહૂર્ત કાર્યકર્મમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સ્થાનિક માધ્યમો  સાથેની વાતચીતમાં મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એસ.ટી. નીગમ  દ્વારા સેવાઓ અને સવલતો  વધારવામાં આવી છે. ગુજરાત સરકારની મુસાફરો માટે સવલતો અને સેવાઓ વધારવાની કટિબદ્ધતાના ભાગરૂપે વીરપુરમાં પણ એસ.ટી.ના મુસાફરોને નવા બસ સ્ટેશનમાં વિવિધ સગવડો મળી રહેશે. વિરપુર ખાતે  જલારામબાપાની પવિત્ર ભૂમિ હોય જેથી વિરપુરનું નવુ બસ સ્ટેશન અહીં આવતા પ્રવાસીઓને પણ ઉપયોગી બનશે.

વિરપુર ખાતે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ખાત મુહુર્ત વિધિ સંપન્ન થઇ હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ   મનસુખભાઈ ખાચરીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,  તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઇ કયાડા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ  વેલજી ભાઈ સરવૈયા જિલ્લા પંચાયત સદસ્ય પી જી ક્યાડા, ભૂપતભાઈ સોલંકી,  જનક ડોબરીયા.,અગ્રણી શ્રી દિનકર ભાઈ ગુંદારિયા તેમજ  પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર  ડી.એ.ગીનીયા, તથા એસ.ટી. વિભાગના અઘિકારીઓ અને પત્રકારો તેમજ અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

(1:13 pm IST)