Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

શાપર પાસે રેતી ભરેલા ટ્રકમાંથી દારૂ અને બિયરનો જથ્થો એસઓજીએ ઝડપી લીધો

મોટી પાનેલીના સમીર અને સાજીદની ૧૦.પપ લાખના મુદામાલ સામે ધરપકડ

રાજકોટ તા. પઃ શાપર-વેરાવળ પાસે રેતી ભરેલા ટ્રકમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધા હતા.

શાપર-વેરાવળ પાસે રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. એચ. એમ. રાણાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શાપર-વેરાવળ શાંતિધામ બસ સ્ટેન્ડ પાસે રેતી ભરેલા ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૬ તથા બિયર નંગ-ર૪ મળી આવતા રૂ. રેતી અને મોબાઇલ મળી કુલ ૧૦.પપ લાખના મુદામાલ સાથે ટ્રકમાં બેઠેલા સમીર મામદભાઇ સમા તથા સાજીદ મામદભાઇ પટ્ટા રે. બંન્ને મોટી પાનેલી તા. ઉપલેટાને પકડી પાડી શાપર પોલીસને હવાલે કરાયા હતા.આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કો. અમીતભાઇ કનેરીયા, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રવિદેવભાઇ બારડ, પો. કો. વિજયગીરી ગોસ્વામી તથા મહિલા લોકરક્ષક નિરાલીબેન વેકરીયા રોકાયા હતા.

(11:58 am IST)