Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ભાણવડના ઢેબર ગામે ૭૬૦ લીટર બાયોડીઝલ ઝડપાયું

ખંભાળીયા તા. પ :.. ઢેબર ગામમાં રહેતા યુસુફભાઇ હુસેનભાઇ હીંગોરાના કબજામાં બાયો ડિઝલ જેવું ભેળસેળ યુકત શંકાસ્પદ કેમીકલ પ્રવાહી (ઇંધણ) પોતાના કબજામાં રાખેલ હોય તેવી હકિકત મળતા મકાનના ફળીયામાંથી પ્લાસ્ટીકના બેરલ નંગ-૪ મળી આવેલ જેમાં ઇંધણ જેવી વાસ ધરાવતું પ્રવાહી ભરેલ મળી આવેલ અને સદર પ્રવાહી ઇંધણ ડીઝલના કલરથી અલગ કલર ધરાવતું હોય તેમજ મજકુર ઇસમ પાસે સદરહું જથ્થા અંગે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ અને સરકારશ્રી દ્વારા ભેળસેળ યુકત શંકાસ્પદ કેમીકલ પ્રવાહી (ઇંધણ)નો જથ્થો નહીં રાખવા તથા ઉપયોગ નહીં કરવા સંબંધે હુકમ થયેલ હોવા છતાં મજકુરે પોતાના કબજામાં ગે. કા. રીતે બાયો ડીઝલ જેવું ભેળસેળ યુકત શંકાસ્પદ કેમીકલ પ્રવાહી (ઇંધણ) રાખેલ હોય જેથી ચારેય પ્લાસ્ટીકના બેરલ મળી કુલ લીટર ૭૬૦, કિ. ૪પ૬૦૦ નું બાયો ડીઝલ જેવું ભેળસેળ યુકત શંકાસ્પદ કેમીકલ પ્રવાહી (ઇંધણ) તથા બેરલની કિંમત રૂ. ૮૦૦, ગણી કુલ મુદામાલ કિ. રૂ. ૪૬૪૦૦ નો મુદામાલ સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબજે કરી મજકૂર ઇસમને ધોરણસર અટક કરેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ. ઓ. જી.ના પોલીસ ઇન્સપેકટર જે. એમ.ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર એ. ડી. પરમાર, પોલીસ હેડ કોન્સ. ઇરફાનભાઇ ખીરા, તથા પો. હેડ કોન્સ. કિશોરભાઇ ડાંગર તથા પોલીસ કોન્સ. નિલેશભાઇ કારેણા વિગેરે જોડાયેલ હતાં.

(11:42 am IST)