Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબીમાં ૦૨-હળવદમાં ૦૧ મળીને કોરોનાના નવા ૦૩ કેસ, ૧૨ દર્દી સ્વસ્થ

મોરબી અને હળવદ તાલુકામાં કોરોનાના આજે નવા ૦૩ કેસ નોંધાયા છે જીલ્લામાં ૧૨ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે
  આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 02 કેસ શહેરી વિસ્તારમાં અને હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને નવા ૦૩ કેસ નોંધાયા છે તો વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી આજે મોરબી જીલ્લામાં ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૫૨ થયો છે

(9:11 pm IST)