Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભાવનગરમાં ર, ગારીયાધારમાં ૧ સહિત જીલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ

ભાવનગર તા. પ : ભાવનગરમાં બે અને ગારીયાધારમાં એક સહિત જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક ૧૩૩ થયો છે.

ભાવનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરનાં આનંદનગર ઇ-એલ.આઇ.એસ. હોસ્પીટલ નજીક રહેતા હર્દિક ગીરધરભાઇ સોલંકી (ઉ.ર૦) અને કપીલભાઇ ગીરધરભાઇ સોલંકી (ઉ.ર૩) તેમજ જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામે મુંબઇથી આવેલા હિતેશભાઇ ગીરધરભાઇ ભારવાણીયા (ઉ.૩૭) ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે પ્રથમ બે કેસ ભાવનગરમાં ગઇકાલે આનંદનગરમાં આવેલ પોઝિટિવ કેસમાં સંપર્ધમાં આવેલ હતા પોતે અમદાવાદથી આવેલા આમ આજના ત્રણ કેસથી ભાવનગરમાં કુલ પોઝિટિવ કેસનો અંાક વધીને ૧૩૩ થયો છે.

(4:00 pm IST)