Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વિશ્વ પર્યાવરણ દિને સમર્પિત

ખંભાળીયા-દેવળીયા-દેવળીયાથી દ્વારકાના કુરંગા ફોરલેન માટે હજારો વૃક્ષો કપાતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ

ભૂજમાં નવી હોસ્પિટલના નિર્માણ સમયે જુના વૃક્ષોને ઉપાડી રીપ્લાંટ કરાયા હતાં તે અત્યારે કેમ વિસરાયું ? : ૪૦-૪૦ વર્ષથી અડીખમ ઉભેલા વૃક્ષો ધરાશાયી કરી દેવાયા : ટેકનોલોજીની મદદથી ઉખેડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરીને જાળવવાનું તંત્રને યાદ ન આવ્યું !!

ખંભાળીયા, તા. પ : અમે માનવામાં આવે છે કે ભારતમાં ભવિષ્યનું પ્લાનીંગ કરીને ભાગ્યે જ કામ થાય છે !! હાલ ગુજરાતમાં કેન્દ્ર સરકારની યોજનામાં કરોડોના ફોરલેન સીકસલેન થાય છે તે આવાજ નમૂના છે !!

ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા પાસે સુધીની ર ોડ ૧૧૦૦ કરોડનો મંજુર થયો જેનું કામ પણ અગાઉ લોકડાઉનમાં બંધ હતું તે શરૂ કરાયું છે. રસ્તો ફોરલેન કરવામાં આવતા આ રસ્તા પરના બન્ને તરફના હજારો વૃક્ષોને ધરાશાયી કરીને કાપી નંખાયા હોય પર્યાવરણ પ્રેમીમાં ભારે દુઃખની લાગણી લેલાઇ છે.

૪પ વર્ષ જુના વૃક્ષો ધરાશાયી !!

ખંભાળીયામાં ધી નદી પાસેની દ્વારકા જતા રસ્તા પર ૪પ-પ૦ વર્ષના જુના કાશીદના ઘટાટોપ છાંયડાવાળા એવા વૃક્ષો હતાં કે ઉનાળામાં ત્યાંથી વાહન લઇને નિકળતા કે પગપાળા લોકો છાંયડામાં બેસી જતાં હતાં. આ ઘેઘુર વૃક્ષો પણ કાપી નંખાતા ૪પ-પ૦ વર્ષ જુના વૃક્ષોના તોતીંગ થડીયા જાણે રડતા હોય તવો ભાસ પર્યાવરણ પ્રેમીઓને થઇ રહ્યો છે.

જોકે હંજરાખડી, વડમા, કુવાડીયા, વીરમાડ રોડ, મોવણા પાટીયા પાસે સહિતના વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. એકાએક આવી રીતે મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા ૪પ વર્ષના સમયથી ઘેઘુર છાંયડાવાળુ વૃક્ષ ઉભુ હોય તેના પર પોતાની પેડીયોથી માળો વાંધીને રહેતા પક્ષીઓની સ્થિતિ અત્યંત પરાબ થઇ ગઇ હતી તો ઝાડના મૂળમાં દર બનાવી રહેતા મંકોડા, કીડીઓ પણ ઢગલો રખડતી થઇ ગઇ હતી.

જોકે વિકાસ માટે પરિવર્તન અનિવાર્ય છે પણ ૧૧૦૦ કરોડના ખર્ચે જયારે રોડ થઇ રહ્યો છે તો ઓછામાં ઓછા એકાદ કરોડ આ ૪પ-પ૦ વર્ષ જુના વૃક્ષોને ટેકનોલોજીની મદદથી તેના મૂળ સહિત ઉપાડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં હોત તો ૪પ-૪૦ વર્ષ જુના ઘટાટોપ છાંયડાવાળા વૃક્ષો અન્ય માર્ગની શોભા બની શકત. અગાઉ ભુજમાં નવી હોસ્પિટલ બનતી વખતે ઘેઘૂર વૃક્ષોને બચાવાયા હતાં તેવું ઓછામાં ઓછું ૪પ-પ૦ વર્ષ સુધી જુના વૃક્ષો બચાવવા થયું હતો તો પમી જૂન પર્યાવરણ દિનની ઉજવણી સાર્થક થઇ ગણાઇ હોત !!

અણઘડ આયોજનથી વૃક્ષા રોપણ ૪પ-પ૦ વર્ષ સુધી ઉછેર અને તે પછી ૪/પ દિવસમાં આવડા મોટા વૃક્ષોનું નિકંદન કે જે મુંગા પક્ષીઓનો આહાર તથા રહેઠાણનું પણ ઠેકાણુ છે તે છીનવાઇ જવું ભારે દુઃખદ છે. !!

રસ્તા પરના ૪પ-પ૦ વર્ષ જુના વૃક્ષોના ઘેઘુર થડીયા જોતા જ પર્યાવરણ પ્રેમી લોકો તો ઠીક પણ સામાન્ય માનવી પણ દુઃખી થઇ જાય તેવું લાગે છે.

આજે પાંચમી જૂન પર્યાવરણ દિન છે ત્યારે તંત્ર આ બાબતે ભવિષ્યનું આયોજન કરશે કે ૪પ-પ૦ વર્ષના ઘેઘુર વૃક્ષોને હવે અકાળે મરવું ના પડે !!(

(12:58 pm IST)