Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ

જામનગરઃ'નવાનગર નેચર કલબ' દર વર્ષે ૫જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત્।ે ભવ્ય રીતે ઉજવણી કરે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે આ વખતે વિશ્વ પર્યાવરણ દિન નું ઉજવણી સાદગી પૂર્ણ રીતે માત્ર વૃક્ષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની હાલની પરિસ્થિતિ જોઈએ તો દિવસે દિવસે તાપમાન વધતું જાય છે વરસાદ સતત ઓછો થયો જાય છે.આવનાર દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર ના બને તે માટે નવાનગર નેચર કલબ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત કોને હરિયાળું બનાવવાની નેમ સાથે આજ દીને જામનગર હાપા પાસે આવેલ ગાર્ડનમાં મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શુભાસભાઈ જોશી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી વિજયસિંહ જાડેજા ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ,પ્રવિણસિંહ જાડેજા,ધર્મેશ અજા,જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દત્ત્।ાની, કુલદીપસિંહ ઝાલા તેમજ સંસ્થાન સભ્યો હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.તેમજ આવનાર દિવસો માં શહેર જિલ્લાની સ્કૂલ ,કોલેજો તથા આશ્રમ,છાત્રલયોમાં સંસ્થા દ્વારા વિના મૂલ્યે વૃક્ષા રોપણ કરી આપવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખશ્રી વિજયસિંહ જાડેજાએ જણાવેલ છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી , તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

(12:56 pm IST)