Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લોકડાઉન દરમિયાન કચ્છ ૧૦૮ની ટીમ બની સંજીવની : ૮૮૮૦ કેસ કર્યા હેન્ડલ

ર૮ એમ્બ્યુલન્સ અને ૧ર૪ કર્મચારીઓ ર૪ટ૭ કાર્યરત

ભુજ : અકસ્માત કે આપત્તિના સમયે ઈજાગ્રસ્ત - બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડવાની સાથે હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બનતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કચ્છમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તો આ સેવા હરતા-ફરતા દવાખાના રૂપે સાબિત થઈ રહી છે. લોકડાઉન દરમ્યાન કચ્છ ૧૦૮ની ટીમે ૮૮૮૦ કેસો હેન્ડલ કરી વાસ્તવમાં સંજીવની રૂપ સાબિત થઈ છે.

વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ અને જ્યાં મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે તેવા કચ્છ જિલ્લામાં વર્તમાને પણ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાનું માળખું વિસ્તર્યું નથી. છેવાડાના લોકોને પણ સમયસર મેડિકલ સારવાર મળી રહે તેમજ હોસ્પિટલ પહોંચી શકે તે માટે જિલ્લામાં ર૪ ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ સેવાનો દર મહિને હજારો લોકો લાભ લે છે. લોકડાઉન દરમ્યાન પણ કચ્છ ૧૦૮ની ટીમ ખડે પગે રહી હોઈ ૮૮૮૦ કેસો હેન્ડલ કર્યા છે.

કચ્છ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારીખે વિગતો આપતા જણાવ્યું કે, રર માર્થી ૩૧ મે સુધી ૮૮૮૦ કેસો હેન્ડલ થયા છે. ર૮ એમ્બ્યુલન્સ અને ૧ર૪ કર્મચારીઓ ર૪ટ૭ કાર્યરત રહે છે.

(12:37 pm IST)