Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભાવનગરના તળાજા કોંગ્રેસનાના ધારાસભ્યની પેટૂછટી વાતઃ આવખતે કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાતની અંદરજ પ્રાંતવાઇઝ રાખવામાં આવશે

આગામી દિવસોમાં સ્કુલ ફ્રી, વીજબીલ, ખેડૂત લોન સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભાજપ સરકારને ભીડવશે

ભાવનગર, તા.૫:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે ગુજરાતના પોતાના ધારાસભ્યો,જિલ્લા પક્ષ પ્રમુખોની એક તાકીદ ની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં જિલ્લાના તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ,ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક પૂર્ણ થયા બાદ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ શ્નઝ્રત્નદ્વચઊલૃ સાથેની ટેલિફોનિક વાતમાં પેટ છૂટી વાત કરી હતી.

તેઓએ શબ્દો ચોર્યા વગરજ જણાવ્યું હતુંકે આગામી રાજયસભાની ચૂંટણી ને લઈ ભાજપે જે તડજોડ ની નીતિ અપનાવી છે તેને લઈ આ વખતે રાજય બહાર ના બદલે કોંગ્રેસનાધારાસભ્યોને પ્રાંત વાઇઝ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ના ધારાસભ્ય સૌરાષ્ટ્ર ના કોઈ એક સ્થળે. ઉત્ત્।ર ગુજરાત ના એ વિસ્તાર ના કોઈએક સ્થળે ભેગા કરી રાખવામાં આવશે. આ રીતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવશે. જરૂર જણાયે ફોન કરી બોલાવવામાં આવશે.કયારે બોલાવશે તે હજી નક્કી કરવામાં આવ્યૂ નથી.

કનુભાઈ બારૈયા એ ઉમેર્યું હતુંકે આજની બેઠકમાં કોંગ્રેસ દ્વારા રાજયની ભાજપ સરકાર વિવિધ પ્રશ્નોને લઈ ભીડવવા માંઙ્ગ આવશે. જેમાં વિદ્યાર્થીઓ ની સ્કુલ ફી, વિજતંત્ર દ્વારા આપવામાં આવેલ બિલ માં ચાર માસના યુનિટ નોંધી વધુ નાણાં વસૂલવા,લોન ની જાહેરાત કરી લોન મળતી નથી,મજૂરોના ખાતામાં સરકાર રૂપિયા નાખે,ખેડૂતો સહિતના વિવિધ પ્રશ્નો નેલઈ લોકો સમક્ષ કોંગ્રેસ જશે.

(11:34 am IST)