Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગોંડલના સેતુબંધ ડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

 ગોંડલના સેતુબંધ ડેમમાં અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કાઢી પી.એમ. અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. મૃતકના ખિસ્સામાંથી ઓળખના કોઇ પુરાવા મળ્યા ન હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં અજાણ્યા પુરૂષની લાશ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:28 am IST)