Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મોરબીમાં મેડીકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી માટે હોસ્પિટલને ૫ હજારનો દંડ

મોરબી,તા.૫: આયુષ હોસ્પિટલ દ્વારા મેડીકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી દાખવવામાં આવતી હોય જેને પગલે જનઆરોગ્ય પર ખતરો ઉભો થયો હોય અને આ બાબત તંત્રને ધ્યાનમાં આવતા નગરપાલિકા કચેરીના કૃષ્ણસિંહ જાડેજા તેમજ જીપીસીબી ટીમે સંયુકત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું જે ચેકિંગમાં હોસ્પિટલ નજીકની શેરીમાંથી ૫૦ કિલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.

મેડીકલ વેસ્ટના નિકાલ માટે ચુસ્ત નિયમો હોય છતાં હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય જેથી આ બાબતે ગંભીરતા દાખવીને નગરપાલિકા તંત્રએ હોસ્પિટલને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમજ આ અંગે જીપીસીબીએ પણ નોટીસ ફટકારી કાર્યવાહી કરી છે.

(11:25 am IST)