Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મોરબીના રવાપર રોડના વોંકળામાં ગંદકીઃ વરસાદ પહેલા સફાઇની માંગણી

મોરબી,તા.૫: રવાપર રોડ પરની પંચવટી અને જલારામ સોસાયટીના રહીશોના મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીના રવાપર ગામથી શરુ કરીને જે વોકળો નીકળે છે તે રવાપર રોડને સમાંતર આવેલ છે અહી આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટ દ્વારા ગટરનું પાણી પણ વ્યવસ્થાના અભાવે વોકળામાં કાઢવામાં આવે છે.

આ વોકળો ફકત વરસાદના પાણીના નિકાલ માટે ના રહેતા ગટરના પાણીના નિકાલનો વોકળો બની ગયો છે જેથી રોગચાળો ફેલાય છે હાલ કોરોના મહામારી છે તેમજ ચોમાસું નજીક છે જેથી રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સ્થાનીકોમાં જોવા મળી રહી છે આ અંગે સ્થાનિક તંત્ર, ગ્રામ પંચાયત અને કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પગલા લેવાયા નથી જેથી નાછૂટકે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે આ વોકળાને બાંધકામ કરી બંધ કરવા તેમજ ગટર સફાઈ કરવાની માંગ કરી છે.

(11:24 am IST)