Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વાંકાનેરના રાતડીયામાં દિનેશ ભરવાડને ભરત, અશ્વિન, મનજીએ પાઇપથી ફટકાર્યો

બંને એક મહિલા સાથે ઝઘડતા હોઇ દિનેશ વચ્ચે પડતાં હુમલો

રાજકોટ તા. ૫: વાંકાનેર તાબેના રાતડીયામાં રહેતાં અને બોલેરોના ફેરા કરતાં દિનેશ સતાભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.વ.૩૦) પર ગામના જ ભરત કોળી, અશ્વિન કોળી અને મનજી કોળીએ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

દિનેશના સગા ખેતાભાઇના કહેવા મુજબ કોળી શખ્સો અમારા ઓળખીતા ભરવાડના બહેન સાથે ઝઘડો કરતાં હોઇ દિનેશ વચ્ચે પડી આ લોકોને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં હુમલો કરાયો હતો.

(11:24 am IST)