Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ઉનાના પૂર્વ ધારાસભ્ય ઉપર ફાયરીંગ પ્રકરણના વધુ ૩ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ

 ઉના, તા. ૫ :. પૂર્વ ધારાસભ્ય ઉપર ફાયરીંગના બનાવમાં ઝડપાયેલ વધુ ૩ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાશે.

પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ તથા ભાજપના આગેવાન કાળુભાઈ ચનાભાઈ રાઠોડ તથા અન્ય ૩ ઉપર હુમલો કરી ફાયરીંગના ગુનામાં વધુ ૩ આરોપીઓને તપાસનીશ અધિકારી ડીવાયએસપી શ્રી પરમાર તથા પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ પકડી પાડેલ છે. અમરેલી દવાખાને સારવારમાં રહેલ (૧) યશવંત મનુભાઈ બાંભણીયા (૨) રવી મનુભાઈ બાંભણીયા રહે. ઉનાવાળા તથા આ હુમલામાં મદદગારી કરનાર વધુ એક આરોપી વલ્કુભાઈ ભીમભાઈ સોલંકી રહે. વાવરડા તા. ઉનાવાળાને પણ પકડી પાડતા આ ગુન્હામાં ધરપકડનો આંકડો ૯એ પહોંચ્યો છે.

આ પકડાયેલ ૩ આરોપીઓને ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરાશે

(11:21 am IST)