Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરેન્‍દ્રનગર જીલ્લામાં મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદની ઉજવણી

રાજકીય-સામાજીક આગેવાનો, કાર્યકરો દ્વારા એકબીજાને મુબારકબાદી પાઠવાઇ

વઢવાણ તા. પ : સુરેન્‍દ્રનગર શહેરમાં આજે તમામ મસ્‍જીદો અને રતનપર આવેલા ઇદ કૃત્‍બે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ખાસ આજે ઇદની નમાઝ અદા કરવામાં આવેલ હતી રતનપર ઇદ કુત્‍બે સુરેન્‍દ્રનગરના શહેરકાઝી હાજી હનિફબાપુ દ્વારા રમઝાન ઇદની ખાસ નમાઝ અદા કરાવેલ હતી.

જયારે વઢવાણ ખાતે આવેલ ઘરશાળા ખાતે આવેલા ઇદ કુત્‍બે વઢવાણ જુમ્‍મા મસ્‍જીદના પેશી ઇમામ દ્વારા આજે ઇદની ખાસ નમાઝ અદા કરવામાં આવેલ હતી.

જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ કોમી એખલાસ અને ભાઇ ચારાની ભાવના વચ્‍ચે રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવેલ છે.

આવેલ સબજેલમાં બંદીવાન મુસ્‍લીમ ભાઇઓને પણ આજે રમઝાન ઇદના પવિત્ર દિવસે સુરેન્‍દ્રનગર સબજેલમાં સુરેન્‍દ્રનગર પીર ભડીયાદ કમીટીના રાહબર હાજી સિંકદરભાઇ ખોખર તેમજ હાજી ફકરૂબાપુ એસ.આર. ખુરેશી, સહિતના મુસ્‍લીમ આગેવાનો દ્વારા આજે સુરેન્‍દ્રનગર સબજેલમાં મુસ્‍લીમ બંદીવાન ઇદની આજે નમાઝ અદા કરાવવામાં આવેલ જયા હાજી ફારૂકબાપુ દ્વારા નમાઝ અદા કરાવાયેલ હતી. ત્‍યારે આજે કોમી એખલાસ ભાઇચારાની ભાવના વચ્‍ચે જિલ્લામા ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવેલ છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ સમાજ સેવક મોહનભાઇ પટેલ સ્‍વામીનારાયણ મંદિરના મહંત કે.વી.સ્‍વામી સહિતના કોમી રાહબરોને ઇદની મુબારકબાદી પાઠવેલ હતી.

સૌરાષ્‍ટ્રના કોમી એકતાના રાહબર સૌયદહાજી યુસુફમીંયા બાપુના ટાવર પાસેના નિવાસ સ્‍થાન ખાતે ઇદની નમાઝ અદા કર્યા બાદ બાપુના નિવાસ સ્‍થાને તમામ કોમના આગેવાનો અને મુસ્‍લીમ બિરાદરો દ્વારા ખાસ ઇદના આજના આ અવસરે ઇદ મુબારક બાદી પાઠવવામાં આવેલ હતી.

ત્‍યારે હાજી સૈયદ યુસુફમીંયા બાપુના પરીવારજનોમાં મો. હાજીયાણી રોશનમા,ં હાજી ઇરફાન બાપુ (ડાડાબાપુ) નુરૂદીનબાપુ, સરમીનીયા, હાજીયાણી સલમા, મો. હાજીયાણી, શહેનાજ, મો.હાજી જાયદા, મો. અને બાપુના સમગ્ર પરીવારજનો દ્વારા આવેલા મહેમાનોને આવકારી ઇદ મુબારક બાદી પાઠવવામાં આવેલ હતા.

વઢવાણ ખાતે રમઝાન ઇદની ઉજવણી મુસ્‍લીમ બિરાદરો દ્વારા કરવામાં આવેલ હતી ત્‍યારે વઢવાણ ઇદગાહ ખાતે આજે ઇદની નમાઝ અદા કરવામાં આવ્‍યા બાદમાં વઢવાણ ધોળીપોળ ખાતે છેલ્લા ઘણાજ વર્ષોથી વઢવાણ ખાતે રહેતા અને રાણપુરવાળા ફારૂક ખુરેશી દ્વારા વઢવાણ ધોળીપોળ ખાતે નયાજી ભાઇઓ માટે ચા-પાણી બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે યુવાટીમ કામ કરી સફળ બનાવે છે.

સાંસદ ડો. મહેન્‍દ્ર મુજપરા ધારાસભ્‍ય ધનજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઇ કેલા, તેમજ કોંગ્રેસના ધારાસભ્‍ય લીંમડીના સોમાભાઇ પટેલ, પાટડી દસાડાના નૌશાદભાઇ સોલંકી, ચોટીલાના રૂત્‍વીક મકાવણા, ચેતન ખાચર, કમલેશ કોટેચા, મનુ પટેલ, મોહનભાઇ પટેલ અને ગિરીરાજસિંહ ઝાલા દ્વારા ઇદ મુબારક બાદી પાઠવવામાં આવેલ હતી.

(1:18 pm IST)