Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જુનાગઢમાં સ્વાદના શોખીનોને હવે સંતોષના ઓડકાર : ૭ એલીમેન્ટ રેસ્ટોરન્ટનો મંગલારંભ

ડો. મહેશ વારાનું નવુ સાહસ : આતિથ્યભાવની કટીબધ્ધતા દેખાડતા કુશલ વારા અને કરન વારા : જુનાગઢના રસીયાઓને બાર્બીકયુ અને કેફેની અનુભુતિ કરાવવાની નેમ વ્યકત

રાજકોટ : પ્રાકૃતિક સૌંદર્ય અને સાધનાની ભૂમિ એવા પ્રવાસન ક્ષેત્રમાં નવતર પગલા માંડતા જુનાગઢ શહેરમાં સ્વાદના શોખીનો માટે મેટ્રો સિટી અનુરૂપ એક સુંદર એમબીયન્સ સાથે ૭ એલીમેન્ટ મલ્ટી કયુઝીન રેસ્ટોરન્ટ તથા પાર્ટી પ્લોટનુ ઉદ્દઘાટન થયું છે.

આ ઉદ્દઘાટન પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજર રહી શુભેચ્છા પાઠવી  હતી.

લીંબડી ઓનેસ્ટ (જમના) હોટલના માલિક અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહ રાણા તથા લાભુભાઈ એમના મિત્ર મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળ ખારવા સમાજના અગ્રણીઓ લખમભાઈ ભેસલા રીતેષભાઈ ફોફંડી એમના મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ ખારવા સમાજના અગ્રણી એમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા

જુનાગઢના અગ્રણીઓમા ડો. ડી. પી. ચિખલીયા, ડો. બકુલ બુચ, ડો. કેતન ગઢવી, ડો. કાજી તથા અનેક ખ્યાતનામ ડોકટર મિત્રોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. જુનાગઢના સર્વેશ્રી ભાવીન પંચાસરા, મહેશ વીઠલાણી, રાજુ ભાઈ પોપટ સહપરિવાર ઉપસ્થિત હતા.

સુરતના અગ્રણી બીલ્ડર એવા રાજુ કોશિયા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ બીલ્ડર અગ્રણી એવા ધર્મેશ મિઠીયા, કલ્પેશ પટેલ, ચેતન ટીલવા, આશીષ કારીયાએ પરિવાર અને મિત્રો સાથે હાજરી આપી હતી. જુનાગઢ ના મેયર શ્રીમતી આધ્યાબેન એમના પરિવાર સાથે આવ્યા હતા. જુનાગઢ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જુનાગઢ રેંજ આઇજી શ્રી સુભાષ ત્રિવેદી પરિવાર સાથે હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી

આ ઉદ્દઘાટન પ્રસંગે લગભગ ૨૦૦૦ આમંત્રિતો હાજરી આપી રેસ્ટોરન્ટના વખાણ કરતા કહ્યું હતું કે જુનાગઢની શાન વધારે તેવી એક જગ્યાનું નિર્માણ થયું છેઆ આખા રેસ્ટોરન્ટની ડીઝાઈન  કુશવારા અને તેના મિત્ર મોહન પટેલ (બરોડા) એ કરી છે.

આખા રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટનું ડેકોરેશન જુનાગઢના પ્રખ્યાત મંડપ ભાગ્યોદય મંડપ અને લાઈટ ડેકોરેશન પંડયા લાઈટ અને સાઉન્ડે કરી રેસ્ટોરન્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આખી ડીઝાઈન ફેબ્રીકેશન અને ગ્લાસ એલીવેશનથી કરવામાં આવી છે. જેના કારણે તેનો દેખાવ મેટ્રો સિટીમા બનતા રેસ્ટોરન્ટ જેવો છે.

ટૂંકા ગાળામાં જુનાગઢ એક પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ પામી રહ્યુ છે. ત્યારે ૭ એલીમેન્ટ જેવી રેસ્ટોરા તેની સુંદરતામાં શ્રેષ્ઠતમ બની રહેશે

યુપી, બંગાળ, મુંબઈ, બરોડા જેવા સ્થળોએએથી સ્ટાફની સેવા લેવામાં  આવી છે. જેઓના સ્વાદની કમાલ જુનાગઢના સ્વાદ પ્રેમીઓને તરબોળ કરી દેશે.

આ રેસ્ટોરન્ટમાં જુનાગઢમા પહેલીવાર બાર્બેકયુ પીરસવામાં આવી રહ્યું છે. જેના સેફ ૫ સ્ટાર કક્ષાની હોટલના અનુભવ ધરાવે છે.

ઉપરાંત જુનાગઢમાં પ્રથમવાર કેફેની શરૂઆત થવા જઈ રહી છે. જેને જુનાગઢનો યુવાવર્ગ ઉત્સાહ પૂર્વક વધાવવા આતુર છે.

જુનાગઢમાં બહોળો મિત્રવર્ગ અને નામના ધરાવતા ડો. મહેશ વારા એ એમનાં પુત્રોનું આ સ્વપ્ન પુરું કરવા પાછળ ખુબ મહેનત લીધી છે. એમનાં પુત્રો કુશલ અને કરન બન્નેએ જુનાગઢને કંઈક નવું આપવાની નેમ સાથે લોકોને સ્વાદ સાથે આતિથ્યભાવ પીરસવાની કટીબધ્ધતા દેખાડી છે. જેમાં કરનએ હોટલ મેનેજમેન્ટ પુરુ કર્યા બાદ વિદેશ થી મળેલી ઓફરનો પણ અસ્વિકાર કરી રેસ્ટોરન્ટમાં હેડ શેફ તરીકેની જવાબદારી સ્વીકારી જુનાગઢને જ પોતાની કર્મભુમી બનાવવાનો નિર્ણય લીધો હતો.

આમ ૭ એલીમેન્ટસ એટલે ૭ પ્રકાર ના આહારના નામને સાર્થક કરતા ગુજરાતી પંજાબી સાઉથ ઈન્ડિયન ચાઈનીઝ કોન્ટીનેન્ટલ, બાર્બેકયુ તથા કેફે સાથે ઉદ્દઘાટીત થયેલ રેસ્ટોરન્ટ ૭ એલીમેન્ટસ ખરા અર્થમાં જુનાગઢની શાન બની રહેશે.

(11:59 am IST)