Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

તળાજાનાં પાવઠીમાં પ્રેમલગ્નની દાઝ રાખીને પિતા-પુત્ર ઉપર હુમલોઃ હથિયારો સાથેનો વિડીયો વાયરલ

ભાવનગર, તા.પઃ ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ગામે સુરત સ્થાયી થયેલ યુવાન પરિવાર લગ્ન પ્રસંગે આવેલ. યુવાને ગામ નિજ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેની દાઝ રાખી યુવતીના મોસાળ પક્ષના લોકોએ યુવક અનવ તેના દીકરાને માર મારી હથિયારો ધારણ કરી ઘર નજીક ભયનું વાતાવરણ ઉભું કરી દીધી હતું.

તળાજા પોલીસ મથકના ટાઉન જમાદાર અતુલ મેસરિયા પાસેથી બનાવ અનુસંધાન એ જાણવા મળતી વિગતો મુજબ પાવઠી ગામના મૂળ વતનીને હાલ સુરત સ્થાયી થયેલા ભુપત ઓધાભાઈ બારીયા એ ગામનજ રફીકભાઈ, એમનો દીકરો, રફીકભાઈની પત્નીએ ઘરે આવી ભુપતભાઇ તથા તેના દીકરા નયન ઉપર હુમલો કરી મૂંઢ માર મારેલની ફરિયાદ નોંધાવેલ છે.

બનાવના કારણમાં ભુપતએ ૨૦૦૭ની સાલમાં આરોપી પક્ષની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય દાઝ રાખી હુમલો કરેલ અને હાથમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કરી ભયનું વાતાવરણ ઉભું કરેલ હતું.

હથિયાર લઈને આવેલ લોકોનો વિડિઓ ઉતારી લેવામાં આવેલને વાયરલ કરવામાં આવ્યો હતો.

(11:57 am IST)