Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પ્લાસ્ટીક ઝુંબેશના વિરોધમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શુક્રવારે ઉપલેટા બંધ

ઉપલેટા તા. પઃ ચેમ્બર્સ ઓફ કોમર્સની કારોબારી સભ્યોની એક મીટીંગ આજરોજ મળેલ મીટીંગનો હેતું ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા ૬ થી ૭ દિવસથી પ્લાસ્ટીક પ્રતિબંધના ભાગરૂપે શહેરના નાના વેપારી-લારી, ગલ્લા વાળા તેમજ અન્ય ધંધાર્થીને જે અતિરેક અભિયાન ચલાવેલ તેનો વેપારી વર્ગમાં નારાજગી થયેલ છે. પ૦-માઇક્રોથી ઉપરના જબલા વાપરવા તેની સાથે અમારા વેપાર વર્ગની સહમતી છે, જેનો અમે અમલ કરવા તૈયાર છીએ.

પાલિકા સત્તાધિશો તો આમાં તમારે રૂ. ૪,૦૦૦/- માસીકનું રજીસ્ટર્ડ કરાવવું પડશે માલ આયાત કરીએ તેની ઉપર જે પ્લાસ્ટીક આવે તે તમે ન વાપરી શકો. વપરાશકાર પણ ગુનેગાર છે. આવી અનેક કલમો બતાવીને ઉપરથી નીચે સુધી તમામ કલમોમાં ગુનેગાર બની શકો તેમ છો. જયાં મેન્યુફેકચરીંગ થાય છે ત્યાંથી આ નિયમોનો અમલ કડકથી કરવામાં આવે તો આ ઝુંબેશને થોડી સફળતા મળે હાલ જે ઉપલેટા નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ ચલાવેલ તે ધોરાજી-જેતપુર-ગોંડલ-રાજકોટ જેવા શહેરમાં પણ થયેલ નથી. આ સમગ્ર હકીકતને ધ્યાને લઇ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપારીને સાથે લઇ તા. ૭ ને શક્રવારે ઉપલેટા બંધનું એલાન આપેલ છે.

શહેરના તમામ વેપારી-લારી, ગલ્લા વાળા, હોટલ, ફેરીયા, અનાજ કિરાયા તેમજ સમગ્ર વેપાર કરતા લોકોને અપીલ કરે છે કે આ બંધમાં જોડાઇને બંધને સફળ કરવા માટે એક સાથે મળીએ. આ લડત બધાની છે જે આજના સમયની માંગ છે. ઉપલેટા બંધ પછી જો કોઇ ફેરફાર થતો નહિં જણાય તો આગામી દિવસોમાં લડતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

(11:50 am IST)