Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગોંડલથી ગોમટા સુધી ધોધમાર વરસાદઃ મહતમ તાપમાનમા વધઘટઃ સૌથી વધુ ડીસામા ૪૨.૪ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૯ ડિગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મહતમ તાપમાનમા વધઘટ સાથે આજે ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપરના ગોંડલથી જામવાડી, ગોમટા સુધીની પટ્ટીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને ગરમીમા રાહત મળી છે.

આજે સૌથી વધુ તાપમાન ડીસામાં ૪૨.૪ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે અમદાવાદ,ગાંધીનગરમાં ૪૨.૦, રાજકોટ ૪૧.૯, કંડલા એરપોર્ટ ૪૧.૭ અમરેલી ૪૧.૬, ભાવનગર ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજકોટમા સાંજના સમયે વાદળ છાંયુ વાતાવરણ યથાવત છે અને બફારો થઇ રહ્યો છે.

(7:38 pm IST)