Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

નાઘેડી-લાખાબાવળ ફેકટરી ઓનર્સ એસોસીએશનના ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને રાજય સરકારની મંજૂરીઃ પ્રોજેકટની શરૂઆત થતા આ વિસ્તાર ઔદ્યોગિક હબ બનશે

જામનગર, તા.પઃ નાઘેડી-લાખાબવળ વિસ્તારમાં આવેલ ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા આ વિસ્તારના વિકાસ માટે જરૂરી એવા રોડ રસ્તા તેમજ આધુનીક સુવિધાઓની જરૂરીયાતને ધ્યાનમાં લઇ રાજય સરકાર સમક્ષ ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ રજૂ કરવામાં આવેલ. જેમાં રાજય સરકાર તરફથી વિવિધ વિકાસ કાર્યો માટે ૬૦% જાડા દ્વારા ૨૦% તેમજ ૨૦% લોકફાળો જે આ એસોસીએશન દ્વારા ભોગવવાની ખાત્રી આપતા રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિકાસ કામો માટે આ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ અંગેની ટેન્ડર પ્રક્રિયા તેમજ આગળની સરકારી કાર્યવાહીઓ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેકટ શરૂ થતા વિસ્તારના ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારના રોડ રસ્તાઓ, વિજળી, પાણી તેમજ પ્રાથમીક સુવિધાઓ આકાર લેશે તેમજ તેના થકી આ વિસ્તારનો બહોળા પ્રમાણમાં વિકાસ થશે. ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને એસો.ના તમામ હોદેદારોએ રાજય સરકાર સમક્ષ તમામ સહયોગની ખાત્રી સાથે રજૂ કરેલ જેને સરકારશ્રીએ મંજૂરી આપતા એસો. દ્વારા જાડા તેમજ રાજય સરકારના પદાધિકારીઓનો આભાર માનેલ છે. કોઇ પણ પ્લોટ ધારકને વિશેષ માહિતી માટે મો.૯૮૨પ૨૧૦૧૧૯, ફોનઃ૦૨૮૮-૨૮૮૯૦૫૬ ઉપર સંપર્ક કરવા એસોસીએશનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. (૨૩.૮)

(12:39 pm IST)