Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ડીવાયએસપીના -૩ અને અમરેલી એસપીનો સીંગલ ઓર્ડર, મતલબ કે જીપીએસ અને આઇપીએસ બઢતી-બદલીનો ઇન્ટરવલ લંબાશે

એસ.કે.ગઢવી-આર.એસ.યાદવને કારણે 'પેચ' ફસાયાની ચર્ચાઓ સાચી કે પછી વધુ એક બ્હાનું ? પોલીસ તંત્રમાં 'હોટ ટોપીક' : વગદાર એડીશ્નલ એસપીઓનેો જીલ્લાના પોષ્ટીંગ માટે આગ્રહઃ સચિવાલયના ટોચના અધિકારીઓ નિયમ આગળ ધરી જીલ્લા વડાની પોષ્ટ 'કેડર પોસ્ટ' હોય ડાયરેકટ આઇપીએસનો પ્રથમ ચાન્સ લાગે તેવો કાંકરીચાળા જેવો અભિપ્રાય આપતા વિવાદ હવે વધુ વકરવા સાથે વિલંબનું કારણ બન્યો ?

રાજકોટ, તા., પઃ તાજેતરમાં પાલીતાણાના ડીવાયએસપી પિયુષ પીરોજીયાને રાજકોટ રેલ્વેના વિભાગીય પોલીસ વડા તરીકે મુકતા હુકમ સાથે ૩ ડીવાયએસપીના બદલી ઓર્ડરો થયાના વળતા દિવસે અર્થાત ગઇકાલે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેની ધરપકડને કારણે ખાલી પડેલી અમરેલી જીલ્લા પોલીસ વડાની જગ્યાએ આઇબીના નિર્લીપ્ત રાયને મુકતો ઓર્ડર થવાની સાથે જ છેલ્લા બે સપ્તાહથી પ્રત્યેક શનિ-રવિ જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવી રાજય પોલીસ તંત્રની જીપીએસ કે આઇપીએસની બદલીઓમાં ફરીથી મોટો ઇન્ટરવલ પડવાનું મનોમન સમજી ગયેલા બંન્ને કેડરના અધિકારીઓ માનસીક રીતે ભારે હતાશ થયા છે.

લાંબા સમયથી બઢતી-બદલીની રાહ જોઇ અને અગત્યના કામોમાં વિલંબ કરનાર આ અધિકારીઓ માટે હવે કોયડો એ સર્જાયો છે કે બદલી-બઢતીના ઓર્ડરો જે તે સમયે આવશે ત્યારેપોતાના સંતાનોના એડમીશનનું શું થશે? અધિકારીઓને અત્યારથી જ સંતાનોના ભાવીની ચિંતા કોરી ખાઇ રહી છે.  અત્રે યાદ રહે કે, પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ બઢતી બદલીઓ માટે પીએસઆઇ કક્ષાએ બઢતી માટે અમુકના કલીયરન્સ ન મળ્યાનુ બ્હાનું આગળ ધરતા તંત્ર પાસે એ સવાલનો જવાબ નથી કે પીઆઇ ટુ ડીવાયએસપી બઢતીમાં અને તે સંદર્ભે થનાર મસમોટી બદલીઓમાં તમામ કાર્યવાહી પુર્ણ થઇ ગૃહ ખાતામાં ફાઇલો ધૂળ ખાઇ રહી છે.  તેનો નિકાલ કરવામાં શું વિધ્ન નડે છે? કેટલાક સચિવાલય અધિકારીઓ આ માટે સરકારી કાર્યક્રમોની વણઝારનું કારણ કારણભૂત ગણાવ છે. પરંતુ ર૦૧૯ની ચુંટણી સુધી અવિરત આ કાર્યક્રમો ચાલુ જ રહેવાના છે. તો શું ચુંટણી સુધી બ્રેક લાગી જશે?

આઇપીએસ કક્ષાએ વાત કરીએ તો એસપીથી લઇ ડીજી કક્ષા સુધી બઢતી-બદલી આપવાની છે. વિલંબ એટલો થયો છે કે આ અધિકારીઓને પણ પોતાના બળકોન અભ્યાસનો પ્રશ્ન મુંઝવી રહયો છે. એક પછી એક સરકારી કાર્યક્રોમને કારણે આ પ્રશ્ન હવે હાથમાં નહિ લેવાય તો રથયાત્રા બાદ જ નિકાલ થાય તો નવાઇ નહી.

વિલંબ બાબતે પણ આઇપીએસ વર્તુળો અને સચિવાલય વર્તુળોમાં ગળે ન ઉતરે તેવા કારણો આગળ ધરાઇ રહયા છે. એક કારણ એવુંઆગળ કરવામાં આવે છે કે, એસપી કક્ષાના એસ.કે.ગઢવી અને આર.એસ.યાદવને જે તે સમયે ડીઆઇજીનો સિલેકશન ગ્રેડ અપાયો નથી. રેગ્યુલર ડીઆઇજીના પ્રમોશન થવાના છે ત્યારેઉકત અધિકારીઓનું શું કરવું? તે નિર્ણય ન લેવાતો હોવાથી પેચ ફસાયો છે.

આની સાથોસાથ એક કારણ એવું પણ  તર્ક સ્વરૂપે રજુ કરાઇ છે કે એડીશનલ એસપી કક્ષાના અધિકારીઓ પહેલેથી જ એડીશ્નલનું પુછડું લગાડાતા નારાજ હતા. આમાના ઘણાં  મોટી રાજકીય વગ ધરાવે છે. સ્વભાવીક રીતે રાજકીય વગનો ઉપયોગ કરી જીલ્લામાં પોસ્ટીંગ મેળવવા માંગે છે. બીજી તરફ સચિવાલયના કર્તાહર્તાઓ એવું કહે છે કે જીલ્લાઓની જગ્યાઓ કેડર પોસ્ટ છે. અહીં પોસ્ટીંગ ડાયરેકટ આઇપીએસ કક્ષાના અધિકારીઓને જ નિયમ મુજબ આપી શકાય. આવા કાંકરીચાળા જેવા અભિપ્રાયથી મામલો ફસાયો છે.

બીજી તરફ એડીશ્નલ એસપી કક્ષાના અધિકારીઓ એવું કહેતા હોવાનું કહેવાય છે કે, ભુતકાળમાં જીલ્લામાં જીપીએસ કક્ષાના અધિકારીઓને પોસ્ટીંગ અપાયા જ છે. ત્યારે આ નિયમ કયાં ગયો હતો? કેટલાક એડીશ્નલ એસપીઓ આ તમામ બાબતોનો બ્હાના રૂપ ગણાવે છે. તેઓ કહે છે અમારે માત્ર રેગ્યુલર પોસ્ટીંગ જોઇએ છે. તે પછી ભલે એસઆરપી કમાન્ડન્ટના હોય. આમ ખરેખર વિલંબ પાછળનું સાચુ રહસ્ય શું છે? તે દિવસેને દિવસે વધુ ઘેરૂ બનતું જાય છે.(૪.૨)

(12:39 pm IST)