Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વંથલી બીજે 'દિ બંધઃ એસઆરપી પોલીસનો લોખંડી બંદોબસ્ત

ખેડુત અગ્રણી ઉપર હુમલો કરનારા શખ્સોની ધરપકડ માટે તજવીજઃ કલેકટર ડો. સોૈરભ પારધી અને એસ.પી.નિલેશ જાજડીયાની સ્થિતિ ઉપર નજર

જુનાગઢ તા. ૫: વંથલીમાં આજે બીજા દિવસે પણ બંધના એલાન વચ્ચે એસઆરપીના જવાનો સહિત પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.

તેમજ કલેકટર ડો. સોરભ પારધી અને એસ.પી. નિલેશ જાજડીયા સ્થિતિ પર નજરી રાખી રહયા છે.

લોકમાતા ઓઝત નદીને બચાવવા વંથલી સહિતના વિસ્તારોના લોકો મેદાને પડયા છે. ભુમાફિયાઓની ખનન પ્રવૃતિના વિરોધમાં ગઇકાલે વંથલી બંધના એલાન દરમિયાન ખેડુત અગ્રણી તપનભાઇ કલોલા ઉપર ખુની હુમલો થયો હતો.

આ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. વંથલી પાસે નેશનલ હાઇવે પર ગઇકાલે સંતો અનેધારાસભ્યો જવાહર ચાવડાની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા કરાયેલા ચક્કાજામ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં અને એસ.ટી.ની એક બસના કાચની તોડફોડ કરતા પોલીસે બપ્રયોગ કર્યો હતો.

આ બનાવને લઇ તોફાનીઓને અંકુશમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવાની અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

આમ, વંથલીમાં ચાલતું ઓઝત બચાવો આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.

ગઇકાલની ઘટનાઓ બાદ રાત્રે વંથલી તેમજ આસપાસના વિસ્તારોમાં એકંદરે શાંીત રહી હતી.

આજે બીજા દિવસે પણ વંથલી શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધની અસર વચ્ચે વંથલીમાં એસ.આર.પી.ના જવાનો ઉપરાંત પોલીસના વિશાળ કાફલાનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

જિલ્લા કલેકટર ડો. સોૈરભ પારધીનએ  'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગઇકાલે લોકોની માંગણીને લઇ રેતીની લીઝો સ્થગિત કરી દેવામાં આવી છે. આજે પણ વંથલી બંધનું એલાન છે. જોકે, ચુસત બંદોબસ્તને લઇને વંથલીમાં શાંતિ પ્રવર્તે છે. જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વંથલી ખાતે સોમવારના બનાવમાં ૪૦ જેટલા લોકોને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ ખેડુત અગ્રણી તપનભાઇ કલોલા પર થેલા હુમલા અંગે હત્યાની કોશિષ નો ગુનો નોંધી ૪ હુમલાખોરોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એસ.પી. શ્રી જાજડીયાએ જણાવેલ કે, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વંથલીમાં એકંદરે શાંતિ છે અને તમામ સ્થિતિ પર નજર રાખવમાં આવી રહી છે.

વંથલીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમા, કાયદો હાથમાં  લેનાર સામે કડક કાર્યવાહી કરાશે : ડો. સૌરભ પારઘી

જુનાગઢ તા. ૫ : જૂનાગઢ નજીક વંથલીમાં ઓજત નદીમાં લીઝના પ્રશ્ને ખેડૂતો દ્વારા કરાયેલ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન ના મુદ્દે જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે વંથલીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં છે. કલેકટરશ્રીએ સ્પષ્ટ કહ્યું કે ખેડૂત કે રજૂઆત કર્તા પર   હુમલો કરવામાં આવ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે . તંત્ર દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરાશે, કલેકટરશ્રીએ એમ પણ જણાવ્યું કે ઓજતમાં  જે લીઝ ચાલે છે તે  કાયદેસરની છે છતાં પણ તેની નિયમ  મુજબની અમલવારી થાય છે કે કેમ તેની તપાસ કરાવીશું.  આ મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટના આદેશ મુજબ  કાર્યવાહી કરીશું, કલેકટરે જણાવ્યું હતું કે વંથલીમાં ટ્રાફિકના સંચાલન માટે તેમ જ જાહેર હિતમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે. શાંતિથી રજૂઆતો આવકાર્ય છે .જિલ્લાતંત્ર દ્વારા કોઈપણ સ્થળે ગેરકાયદેસર ખનિજનું ખનન ચલાવી લેશે નહીં. આ માટે જે કોઈ જવાબદાર હશે તેની સામે પણ કાર્યવાહી કરાશે.(૨૧.૨૦)

 

(11:42 am IST)
  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST