Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મેંદરડામાં ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરો

મેંદરડાઃ મેંદરડા પંથકની ૩૬ ગૌશાળાના લાભાર્થે પ્રફુલ્લ દવે, અલ્પા પટેલ અને હકાભા ગઢવીના લોકડાયરાનું ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે ગૌશાળા મહામંડળ દ્વારા જવાહરભાઇ ચાવડાનું સન્માન કરવામાં આવ્યુ હતુ. લોકડાયરામા પૂ.ભકિત સ્વામી, મોટી હવેલીના પૂ. લયુષબાવાજી, પૂ.શેરનાથબાપુ, પૂ.ઇન્દ્રભારતીબાપુ, પૂ.મહાદેવગીરીબાપુ, પૂ.સુખરામબાપુ, કિરણભાઇ ડાંગર, ઇન્દ્રજીત ડાંગર, અરવિંદભાઇ હુબલ, વિનુભાઇ ખૂટ, જે. બી. પાનસુરીયા, જેસુખભા એવલાણી, ધીરૂભાઇ કુંભાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સફળ બનાવવા મેંદરડા કોંગ્રેસ સમિતીએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ ગૌતમ શેઠ-મેંદરડ)

(11:37 am IST)