Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જસદણમાં પ્રબુધ્ધ નાગરિક સંમેલન

જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આવેલ છાયાણીની વાડી ખાતે જીલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પ્રદેશ ભાજપ પ્રતિનિધિ ડો.ભરતભાઇ કાનાબાર અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. જસદણમાં યોજાયેલ પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં જસદણ શહેરના ઉઘોગપતિઓ, ડોકટરો, શિક્ષણ જગતના આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રબુધ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં સ્વયંભુ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઇ બોઘરા, જશુમતીબેન કોરાટ, રાજકોટ-૪નાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાલો સંદ્યના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા, જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાંવ, કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા, પાલિકા સદસ્ય નરેશભાઈ ચોહલીયા સહિતના નગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ બેડી યાર્ડનાં ચેરમેન ડી.કે.સખીયાનું જસદણ માર્કેટિંગ યાર્ડના નવનિયુકત ડીરેકટર નરેશભાઈ ચોહલીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વિશે રાષ્ટ્રીય સંતો રમેશભાઈ ઓઝા, મોરારીબાપુ વગેરે મહાપુરુષોના મંતવ્યો વિચારો રજુ કરતી ડોકયુમેન્ટરી રજુ કરવામાં આવી હતી. સાથે-સાથે ભારત સરકારની ચાર વર્ષની સિદ્ઘિઓ, સેવાઓ, વિકાસકાર્યો તેમજ છેવાડાના લોકોને અતિ ઉપયોગી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન રાજકોટ જિલ્લા ભાજપના બૌદ્ઘિક સેલના પ્રમુખ રાજુભાઇ ધારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:36 am IST)