Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

કચ્છના કંડલા જેટી પાસેથી ૧૧ સીમકાર્ડ સાથે શંકાસ્પદ શખ્સ ઝડપાયો

ભુજ તા. ૫ : દેશ વિદેશમાંથી કંડલા બંદરે આવતા જહાજોના ક્રુમેમ્બરને સીમકાર્ડ પહોંચાડવાનું કારસ્તાન એ કોઇ નવી વાત નથી. આવા ચાલતા ગોરખધંધા વચ્ચે એક શખ્સ એક સાથે ૧૧ સીમકાર્ડના જથ્થા સાથે CISFના હાથે ઝડપાયો છે.જો કે કયા ઉદ્દેશ સાથે તે આટલા સીમકાર્ડના જથ્થા સાથે જેટી નજીક ફરતો હતો. શંકાસ્પદ સીમકાર્ડના જથ્થા સાથે આ શખ્સને CISF એ કંડલા મરીન પોલિસને સુપ્રત કર્યો છે.

CISFની ટુકડીને પેટ્રોલિંગ દરમ્યાન મંગવાના હુસૈન આમદ નામનો એક શંકાસ્પદ શખ્સ નઝરે ચડ્યો હતો અને તેની પુછપરછ અને જડતી કરતા તેની પાસેથી અલગ-અલગ મોબાઇલ કંપનીના સીમકાર્ડ મળી આવ્યા હતા. જો કે, તે સીમકાર્ડના જથ્થા સહિત અહી શા માટે આવ્યો છે અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા તેને કંડલા મરીન પોલિસના હવાલે કરાયો છે.

જયા તેની વધુ પુછપરછ હાલ ચાલુ છે અને તે સીમકાર્ડ કયાથી લાવ્યો અને કોના નામ પર આ સીમકાર્ડ ખરીદ્યા છે તે અંગે તેની વિશેષ પુછપરછ શરૂ કરાઇ છે.જો સુત્રોનુ માની એ તો આ શખ્સ બહારથી આવતા જહાજોના ક્રુમેમ્બરને ગેરકાયદે આ સીમકાર્ડ પુરા પાડતો હોવાની સંભાવના છે જે દિશામાં પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.

(11:35 am IST)
  • અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST

  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST