Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

કોડીનારમાં કાળજાળ ગરમીમાં વીજકાપઃ લોકો પરસેવે ન્હાઇ છે

પીજીવીસીએલની નીતિ રીતિ સામે ચેમ્બરનો રોષ

કોડીનાર, તા.પઃ કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા મેઇટેન્સના બહાને દર શનીવારે વિજકાપ  ઝીકી આકરી ગરમીમાં શહેરીજનો રીતસર આતંક મચાવી રહી છે. અને હાલ મુસ્લીમમાં પ્રબળ રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે વિજકાપથી લોકોની હાલત દયનીય બની રહી છે, ત્યારે કંડીશન ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પીજીવીસીએલ પ્રશ્ર પાઠવી વિજકાપ દૂર કરવા રજુઆત કરી છે.

કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણીએ પીજીવીસીએલને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ હાલના દિવસોમાં ગરમી પડી રહી છે અને સાથોસાથ પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે ત્યારે આખા દિવસનાં વિજકાપના કારણે વેપારી સહીત સમગ્ર આમ પ્રજા વૃધ્ધો-દર્દીઓ તેમજ ખાસ કરીને રોજા રાખનાર મુસ્લિમ બિરાદરોની હાલત દયનીય બની રહી છે.મેઇન્ટેનન્સની જરૂરીયાતવાળા વિસ્તારમાં જ વિજકાપ કરાય તો સમગ્ર શહેરને રાહત મળે તેમ છે તંત્ર દ્વારા આખું વર્ષ મેઇન્ટેનન્સ કર્યા પછી પણ સામાન્ય દિવસોમાં પણ શહેરમાં અવરનવાર વિજપુરવઠો ખોરવાઇ જતાં હોય, વીજપુરવઠો રેગ્યુલર મળતાં ન હોવા અંગે રોષ વ્યકત કર્યો છે.

(11:33 am IST)