Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રફાળેશ્વરમાં છોકરી ભગાડવામાં મદદ કર્યાની શંકાથી રોહિતની ધોલધપાટ

રાજકોટ તા. ૫: મોરબીના રફાળેશ્વરમાં રહેતાં અને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતાં રોહિત વિરજીભાઇ ચાવડા (ઉ.૨૨) નામના ચમાર યુવાનને તે બપોરે ત્રણેક વાગ્યે ઘરમાં સુતો હતો ત્યારે પડોશી કિરીટભાઇ કોળી અને તેના છોકરાએ આવી લાકડીથી હુમલો કરી પગમાં ત્રણ-ચાર ઘા ફટકારી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

રોહિતના કહેવા મુજબ કિરીટભાઇની છોકરી ગઇકાલે ઘરેથી નીકળી ગઇ હતી. તેને ભગાડવામાં પોતે ભાગ ભજવ્યો છે તેવી શંકા પરથી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)