Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસ ઉજવાશે

ચોપાટી ખાતે મુખ્ય કાર્યક્રમઃ ૯૦ હજાર લોકો સહભાગી બનશે

પોરબંદર તા. ૫ : પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે.ઙ્ગ આગામી તારીખ ૨૧ જૂને ૨૦૧૮ના રોજઙ્ગઙ્ગ યોગ નિદર્શનના કાર્યક્રમોમાં જિલ્લાનાં ૯૦ હજાર જેટલા નાગરિકો ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લા કલેકટર શ્રી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગ મળી હતીઙ્ગ. આ મિટિંગમાં યોગ નિદર્શનના વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા.ઙ્ગ મુખ્ય કાર્યક્રમ પોરબંદરની ચોપાટી ખાતે યોજવામાં આવશે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ તાલુકા દીઠ ૨ સ્થળોએ યોજવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ નિદર્શનના કાર્યક્રમમાં જિલ્લાની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ સહયોગ મળશે. આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, રોટરી કલબ, લાઇન્સ કલબ,ઙ્ગ અને અન્ય એસોસીએશનોની લોકભાગીદારીથી કાર્યક્રમ કરવામાં આવશે. રમત ગમત અધિકારી શ્રી વિશાલ જોશી અને તેની ટીમ આ કાર્યક્રમના સુંદર આયોજન માટે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઙ્ગ ચાલુ વર્ષે ચોથો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ થી શરીરને અનેક ફાયદા થાય છે. શારીરિક અને માનસિક તંદુરસ્ત જીવન માટે યોગ જરૂરી છે. યોગ માત્ર એક દિવસ નહીં કરીને એક સ્વભાવના રૂપમાં નિયમિત કરવામાં આવે તેઙ્ગ જરૂરી છેઙ્ગ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી શોભા ભૂતડા, અધિક નિવાસી કલેકટર  શ્રી જોશી, રમત ગમત અધિકારીશ્રી વિશાળ ઙ્ગ જોષી, મ્યુનિસિપલ ઓફિસર શ્રી હુદડ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:30 am IST)
  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST