Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પોરબંદરમાં વર્લ્ડ સાયકલીંગ ડે નિમિતે ભવ્ય સાયકલ રેલી યોજાઇ

પોરબંદર તા. પ :.. સ્વચ્છ ભારત મિશન ગુજરાત વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અંતર્ગત તા. પ થી ૧૧ જૂન ર૦૧૮ પર્યાવરણ અને સ્વચ્છતા જાગૃતિ સપ્તાહ અન્વયે તાજેતરમાં વર્લ્ડ સાયકલીંગ ડે નિમિતે સાયકલ રેલી યોજાઇ હતી.

સાયકલીંગ કલબ દ્વારા પોરબંદરની ચોપાટી નજીક કનકાઇ મંદિર ખાતે સાયકલ રેલી સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે ક્રિકેટર જયદેવ ઉનડકટ એ જણાવ્યું કે પર્યાવરણ સુરક્ષાએ આજનો નાગરિક ધર્મ છે. આજની યુવા પેઢી વિદ્યાર્થીઓ ઉપર જવાબદારી આવી પડી છે. દરેક વ્યકિત સાયકલનો ઉપયોગ કરતા થાય તો પર્યાવરણનું મોટું રક્ષણ થઇ શકે છે. સાયકલ ચલાવવી એ નાનયનું કામ નથી તે મોટું ગૌરવરૂપ કાર્ય છે યુવા પર્યાવરણનો સંકલ્પ લે તેવી અપીલ કરી હતી.

જિલ્લા કલેકટર એમ. એ. પંડયાએ જણાવ્યું કે પ મી જૂન સમગ્ર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પર્યાવરણ જાગૃતિ માટે સ્વચ્છતા જાળવી પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને સાયકલ રેલીથી આજની સ્ટ્રાફીક સમસ્યા હળવી બનશે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સૌ પ્રતિબધ્ધ બને તેવી અપીલ કરી હતી.

પર્યાવરણ જાગૃતિ અર્થે યોજાયેલી આ સાયકલ રેલીનું ફલેગ ઓફ કલેકટરશ્રી મુકેશ પંડયા તથા ક્રિકેટર જયદેવ અનડકટ દ્વારા કરવામાં આવેલ હતું.

આ રેલીમાં પ્રોજેકટ ચેરમેન હષિતભાઇ રૂઘાણી, ક્રિકેટર જયદેવ ઉનડકટ, ડો. સિધ્ધાર્થ પાંડેકર, ડો. ગોકાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઇને પ્રેરક ઉદાહરણ પુરૃં પાડયું હતું. ચીફ ઓફીસરશ્રી હદર પણ જોડાયા હતાં.

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર મહેશભાઇ જોષી, પોરબંદરના ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરેડના સેક્રેટરી શ્રી ત્રિવેદી, જાણીતા તબીબી શ્રી ભરતભાઇ ગઢવી, કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી ક્રિકેટર જયદેવ ઉનડકટના પિતા દીપકભાઇ ઉનડકટ, શ્રી કેયુરભાઇ જોષી, શ્રી શૈલેષ પરમાર, વિદ્યાર્થીઓ, પ્રબુધ્ધ નાગરીકો અધિકારીઓ શહેરના પર્યાવરણ પ્રેમીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતાં.

(11:29 am IST)
  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST