Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો

ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી મોરબી અને માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં તાજેતરમાં વ્યસનમુકિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી ડીસ્ટ્રીકટ જજ પ્રિન્સીપાલ રીઝવાના ઘોઘારી તેમજ જજ પરમારના સહયોગથી માનવ ઉત્થાન સેવા સમિતિના મહાત્મા પ્રવિણાબેન અને સંગીતાબેન અને કનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. માનવ ઉત્થાન સેવા સમિતિના મહાત્મા સંગીતાબેને વ્યસનની શરૂઆત કેવી રીતે થાય છે તે સમજાવી વ્યસનથી બચવાના સુચારૂ ઉપાયો જણાવ્યા હતા. તો ખેતરનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે ખેતરમાં ધાનને પશુઓથી બચાવવા ફેન્સીંગ કરે છે પરંતુ તંબાકુના પાકને પશુ પણ ખાતા નથી તે પણ સમજે છે છતાં માનવ સમજતો નથી. જયારે મહાત્મા પ્રવિણાબેને પોતાની લાક્ષણિક વાણીમાં જણાવ્યું હતું કે આખી જિંદગી રૂપિયા કમાવવા મનુષ્ય દોડધામ કરે છે પરંતુ મહામહેનતે કમાયેલા ધનને શરાબ, માવા અને તંબાકુ જેવા નશામાં ગુમાવી દે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત જજો તેમજ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના તમામ કર્મચારીઓ,બાર એસોના પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જજ પરમાર તેમજ અમિતભાઈ અને કનકસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:26 am IST)