Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ઉપલેટા ભાદર પુલ ઉપર બે મોટર સાયકલનો અકસ્માતઃ એકનું મોત

ઉપલેટા, તા. ૫ :. ભાદર નદીના પુલ ઉપર બે મોટરસાયકલ પુરપાટ ઝડપે અથડાયા બાદ એકનું મોત અને એકને ગંભીર ઈજા થતા ઉપલેટાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ધોરાજી તાલુકાના ભોળા ગામે રહેતા ધીરજલાલ જશમતભાઈ વેકરીયા (ઉ.વ. ૫૮) તેમનું મોટર સાયકલ હીરોહોન્ડા જીજે ૩ ઓ.એન. ૦૯૬૫ લઈ ભાદર નદીના પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા હીરોહોન્ડટા નં. જીજે ૧૧ એસી ૭૯૯૬ના ચાલકે ધડાકાભેર અથડાવ્યા બાદ ઉપરોકત ભોળા ગામના વતની ધીરજલાલ જશમતભાઈ વેકરીયાનું ઘટના સ્થળે મોત થયેલ હતું. જ્યારે અકસ્માતમાં સામેથી આવતા મોટર સાયકલના ચાલકને ગંભીર ઈજા થતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે ઉપલેટા પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો અને આ અંગેની તજવીજ હાથ ધરી પીઆઈ ભટ્ટ તપાસ ચલાવી રહ્યા છે.

મેરવદર ગામેથી ૬૫ દારૂની બોટલ સાથે ધરપકડ

મેરવદર ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ દેવજી મોરપરા તેમનું નંબર વગરનું મોટર સાયકલ ઉપર નિકળતા ત્યારે ભાયાવદર પો.જ. હરદેવસિંહ ચુડાસમાએ રોકી ચેક કરતા મોટર સાયકલમાં જુદી જુદી બ્રાન્ડ ૬૫ ઈંગ્લીશ દારૂના ચપલા કિં. રૂ. ૬,૫૦૦ તથા મોટર સાયકલ મળીને કુલ રૂ. ૨૬,૫૦૦ના મુદામાલ સાથે આરોપી જીતેન્દ્રની ધરપકડ કરેલ છે. વધુ તપાસ પો.જ. હરદેવસિંહ ચુડાસમાએ હાથ ધરેલ છે.

(11:24 am IST)