Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગોંડલ પાસે અકસ્માતમાં જામવાડીના અરવિંદભાઈ રાઠવા(કોળી)નું મોત

ગોંડલ, તા. ૫ :. ગોંડલની ભાગોળે નેશનલ હાઈવે પર આજે સવારે અકસ્માતમાં જામવાડીના યુવાનનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નેશનલ હાઈવે પર રામદ્વાર નજીક સૈનિક સોસાયટી પાસે આજે સવારે બાઈક સાથે અજાણ્યા યુવકની લાશ પડી હોવાની સીટી પોલીસમાં જાહેરાત થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન અરવિંદ રતનભાઈ રાઠવા કોળી (ઉ.વ. ૪૦, રહે. જામવાડી, અક્ષર ઓઈલ મીલ પાસે) હોવાનું ખુલ્યુ હતું. મૃતક યુવાનને કોઈ વાહને હડફેટે લેતા તેનુ મોત થયાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. પોલીસે મૃતકની લાશને પી.એમ માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડી હતી.

(11:22 am IST)